Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવીના ઊંડાચ ગામમાં આયુષ મેગા કેમ્પ યોજાયો:નિદાન-સારવાર, યોગ અને પ્રકૃતિ પરીક્ષણ સહિતની સેવાઓ અપાઈ, ૨૭૧ લોકોએ લાભ લીધો

    1 day ago

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઊંડાચ લુહાર ફળિયા ખાતે આયુષ મેગા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિના પ્રચાર-પ્રસાર તથા લોકજાગૃતિ માટે તેનું આયોજન કરાયું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. કાજલબેન મઢીકરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો. તેમાં આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા નિદાન-સારવાર, પ્રકૃતિ પરીક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, યોગ માર્ગદર્શન, દિનચર્યા-ઋતુચર્યા અંગે માર્ગદર્શન, ઔષધિ વિતરણ અને ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન કરાયું હતું. પોષણ માસ અંતર્ગત સ્વસ્થ જીવનશૈલી માટે લોકજાગૃતિ રેલી પણ યોજાઈ હતી. કેમ્પમાં યોગ નિદર્શન સહિત વિવિધ આયુષ પ્રવૃત્તિઓ થઈ હતી. કુલ ૨૭૧ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આયુર્વેદ શાખા, નવસારીએ ગ્રામજનોને આયુષ પદ્ધતિ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મુક્તિધામ મેલડી માતાજી મંદિરે નવરાત્રિ દરમ્યાન મહા આરતી:બોટાદમાં મંદિર રંગબિરંગી રોશનીથી શણગારાશે, આરતી બાદ રોજ વિશિષ્ટ પ્રસાદ મળશે
    Next Article
    ભાવનગરમાં 2 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત:પાલિકાની ટીમે બે સ્થળે દરોડા પાડ્યાં, 70 માઇક્રોન પર 120 માઇક્રોનનું બોગસ પ્રિન્ટિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment