Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુક્તિધામ મેલડી માતાજી મંદિરે નવરાત્રિ દરમ્યાન મહા આરતી:બોટાદમાં મંદિર રંગબિરંગી રોશનીથી શણગારાશે, આરતી બાદ રોજ વિશિષ્ટ પ્રસાદ મળશે

    1 day ago

    બોટાદમાં કવિવર બોટાદકરની જન્મભૂમિ પર આવેલા મુક્તિધામ મેલડી માતાજી મંદિરે નવરાત્રિ પર્વની ઉજવણી કરાશે. આ નવ દિવસ દરમિયાન દરરોજ સાંજે મહાઆરતી અને વિશિષ્ટ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. મંદિર પરિસરને રંગબિરંગી રોશનીથી શણગારવામાં આવશે. શક્તિ અને ભક્તિના આ પર્વની શરૂઆત રવિવાર, 09/10/26 થી થશે. દરરોજ સાંજે 6:30 કલાકે શુદ્ધ ઘીના 108 દીપકની દીપમાળા સાથે મહાઆરતી કરવામાં આવશે. જાયન્ટસ સંસ્થા દ્વારા સી.એલ. ભીકડીયાની મહેનતથી નિર્મિત આ મુક્તિધામ (સ્મશાન) પરિસરમાં સુપ્રસિદ્ધ મેલડી માતાજીનું મંદિર આવેલું છે. માતાજીને સાચા હૃદયથી પ્રાર્થના કરનારના કામ થાય છે તેવી માન્યતા છે. આ મહાઆરતી અને દર્શનનો લાભ લેવા સૌ શહેરીજનોને આમંત્રણ છે. વધુ માહિતી માટે સી.એલ. ભીકડીયા (મો. 9662514417) અને પરષોત્તમભાઈ સાંકળિયા (મો. 9904060569) નો સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ, મંત્રીએ લાભો વહેંચ્યા:વડાપ્રધાન-રાષ્ટ્રીય અધ્યક્ષનું વર્ચ્યુઅલ સંબોધન, મોડાસામાં મશાલ રેલી નીકળી
    Next Article
    ગણદેવીના ઊંડાચ ગામમાં આયુષ મેગા કેમ્પ યોજાયો:નિદાન-સારવાર, યોગ અને પ્રકૃતિ પરીક્ષણ સહિતની સેવાઓ અપાઈ, ૨૭૧ લોકોએ લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment