Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી:કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, ‘લોકશાહી બચાવો’ના નારા સાથે રેલી કાઢી

    12 hours ago

    હિંમતનગરમાં કોંગ્રેસ સમિતિએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી. મતદાર યાદી, SIR પ્રક્રિયા અને ચૂંટણીની પારદર્શિતા પર સવાલો ઉઠાવતા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાદુંને આવેદનપત્ર અપાયું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ બહુમાળી ભવન બહારથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. અહીં ‘લોકશાહી બચાવો, વોટ ચોરી અટકાવો, દેશ બચાવો’ જેવા નારા લગાવવામાં આવ્યા. કલેક્ટર કચેરી ખાતે પ્રતિનિધિમંડળે મતદાર યાદી અને SIR પ્રક્રિયા સહિત ચૂંટણીની પારદર્શિતા અંગે રજૂઆત કરી. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ દોહરાવી. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ અજમેલસિંહ, શહેર પ્રમુખ મનોજભાઈ બારોટ, ટી.વી. પટેલ, ઇમરાન બાદશાહ, જાલમસિંહ, સિદ્ધરાજસિંહ, હરેશભાઈ, રાકેશસિંહ, મનોજસિંહ, કુમારભાટ, રણછોડ પરમાર, રમણભાઈ, મહેશભાઈ, અકીલ અને મુકેશભાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશન દ્વારા બે સ્કૂલને લાયબ્રેરી અને 400 બાળકોને શૈક્ષણિક:અમદાવાદની મુમતપુરા અને ઘેલજીપુરા પ્રાથમિક શાળાને 325 બાળ સાહિત્ય પુસ્તકો અપાયા
    Next Article
    INDIA Bloc Tries To Head To Jantar Mantar For Protest, Road Blockades Stop Them

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment