Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'વિકસિત ભારત સંકલ્પ સભા' યોજાઈ:ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ પદયાત્રા યોજાઇ

    10 hours ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે 'વિકસિત ભારત@2047'ના નિર્માણ માટે સૌએ સામૂહિક સપથ લીધા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના પેડક ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા “વિકસિત ભારત @2047” નો સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા મશાલ જલાવવામાં આવી હતી, જેની પ્રથમ રૂટ ભાવનગર પૂર્વ અને પશ્ચિમ માટે પેડક ગ્રાઉન્ડ થી મીણબતી સર્કલ થઇને નિલમબાગ સર્કલ સુધી, બીજો રૂટ ⁠મહુવા, તળાજા, ભાવનગર ગ્રામ્ય, ઘોઘા, જેસર માટે પેડક ગ્રાઉન્ડ થી હિમાલયા મોલ બાજુ થઈને યુનિવર્સિટી અટલ ઓડિટોરિયમ સુધી તેમજ ત્રીજો રૂટ ⁠સિહોર, પાલિતાણા ગારીયાધાર, વલ્લભીપુર, ઉમરાળા, માટે પેડક ગ્રાઉન્ડથી જવેલ્સ સર્કલ થી આરટીઓ સુધી સેવા જ્યોત યાત્રા યોજાઈ હતી, આ કાર્યક્રમના પ્રારંભમાં કલાકાર સાગરદાન ગઢવી અને ટીમ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્યો સર્વ સેજલબેન પંડયા, ગૌતમભાઈ ચૌહાણ, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઇ બારૈયા, પ્રભારી સચિવ આલોક કુમાર પાંડે, જિલ્લા કલેક્ટર ડૉ.મનીષ કુમાર બંસલ, મહાનગરપાલિકા કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...
    Click here to Read More
    Previous Article
    વિવિધ સરકારી યોજના પર આધારિત સ્પર્ધા:ગાંધી જયંતિએ છાણી જકાતનાકા ખાતે સરકારી યોજનાઓ પર થીમ કેક, ફરસાણ સ્પર્ધા યોજાઈ
    Next Article
    વડોદરામાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા સંપન્ન:PM નરેન્દ્ર મોદીના સુશાસન અને જનસેવાના 25 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમો યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment