Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં સરકારી શાળાઓની સુવિધાઓ સુધારવા નિરીક્ષણ શરૂ:શિક્ષણમંત્રીની સૂચનાથી એક મહિના સુધી સઘન ચકાસણી, અધિકારીઓ સ્થળ પર તપાસ કરશે

    8 hours ago

    સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉપલબ્ધ શૈક્ષણિક અને પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી કચ્છ જિલ્લામાં શાળા મુલાકાત અને નિરીક્ષણની વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે. શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મળેલી સૂચનાઓના અનુસંધાને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા શાળાઓની વાસ્તવિક સ્થિતિની સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક તેમજ બી.આર.સી. અને સી.આર.સી.ના અધિકારીઓ દ્વારા વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સેનિટેશન વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની સુવિધા સહિતની પાયાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ ઉપરાંત શાળા સંચાલન કે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ સીધો પ્રતિસાદ મેળવી જરૂરી વિગતો નિયત પોર્ટલ પર અપલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા ભુજ અને નખત્રાણા વિસ્તારમાં ત્રણ માધ્યમિક શાળા, ત્રણ પ્રાથમિક શાળા તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓએ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી શૈક્ષણિક કામગીરી, શાળાની વ્યવસ્થા અને વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન શાળાની સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ કરીને જ્યાં જરૂરી જણાયું ત્યાં સંબંધિત કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓના આરોગ્ય, સ્વચ્છતા અને સુરક્ષાને લગતી સુવિધાઓ અસરકારક રીતે ઉપલબ્ધ રહે તે બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો. આ શાળા નિરીક્ષણ કામગીરીમાં શિક્ષણ નિરીક્ષક પૃથ્વીરાજસિંહ ઝાલા અને મહેશદાન ગઢવી તેમજ સી.આર.સી. પ્રદીપભાઈ જાદવ જોડાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે શાળાઓની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી સુધારાઓ માટે એક માસ સુધી આ સઘન કામગીરી ચાલુ રહેશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન શાળાઓનું પોર્ટલ મારફતે મૂલ્યાંકન કરી મળેલી વિગતોના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં મહેસૂલી કર્મચારીઓ હડતાળમાં જોડાયા:રેવન્યુ તલાટીઓના જોબ ચાર્ટ, સિનિયોરિટી-પ્રમોશન સહિતની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર, ચૂંટણી-ઇમરજન્સી સેવા ચાલુ
    Next Article
    રાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ હડતાળ પર:પડતર માંગણીઓને લઈ વલસાડના મોંધાભાઈ હોલ ખાતે વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment