Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં મહેસૂલી કર્મચારીઓ હડતાળમાં જોડાયા:રેવન્યુ તલાટીઓના જોબ ચાર્ટ, સિનિયોરિટી-પ્રમોશન સહિતની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર, ચૂંટણી-ઇમરજન્સી સેવા ચાલુ

    8 hours ago

    રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેના પગલે ગાંધીનગર જિલ્લામાં પણ મહેસૂલી કર્મચારીઓએ આજથી આંદોલનને સમર્થન આપ્યું છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીના સ્ટાફે મહામંડળના રાજ્યવ્યાપી આદેશનું પાલન શરૂ કર્યું છે. મહેસૂલી કર્મચારીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ગાંધીનગર જિલ્લાના રેવન્યુ તલાટી વિજયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં મહામંડળના રાજ્યના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે, ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની કામગીરી ચાલુ હોવાથી ચૂંટણી સંબંધિત કામગીરીને હડતાળમાંથી બાકાત રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇમરજન્સી સર્વિસ પણ ચાલુ રાખવામાં આવશે. રેવન્યુ તલાટીઓના અનેક પ્રશ્નો કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં રેવન્યુ તલાટીઓનો જોબ ચાર્ટ, વર્ષ 2012ની બેચની સિનિયોરિટી યાદી અને પ્રમોશન, અન્ય સિનિયોરિટી યાદી તથા પ્રમોશન સહિતના મુદ્દાઓ સામેલ છે. મહામંડળ દ્વારા કુલ 18 જેટલા વિવિધ મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. વિજયરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ગાંધીનગર કલેક્ટર કચેરીનો તમામ સ્ટાફ મહામંડળના આદેશનું પાલન કરવા માટે આજથી જોડાયો છે. વધુમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે ગાંધીનગર જિલ્લો પણ રાજ્ય મહામંડળની અચોક્કસ મુદતની હડતાળને સંપૂર્ણ સમર્થન આપી રહ્યો છે. ચૂંટણીનું કામ ચાલુ, બાકીની કામગીરીમાં અસહકાર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની કામગીરીને અસર ન થાય તે માટે ચૂંટણી સંબંધિત કામગીરી ચાલુ રાખવામાં આવશે, જ્યારે કર્મચારીઓએ મહામંડળના અન્ય મુદ્દાઓને લઈને હડતાળને સમર્થન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીનો પોઝિટિવ મંત્ર- We Will Do It:કહ્યું- દુનિયામાં ભારતના પાઇલટ સ્મિતની ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે; ગુજરાતે કરી બતાવ્યું
    Next Article
    કચ્છમાં સરકારી શાળાઓની સુવિધાઓ સુધારવા નિરીક્ષણ શરૂ:શિક્ષણમંત્રીની સૂચનાથી એક મહિના સુધી સઘન ચકાસણી, અધિકારીઓ સ્થળ પર તપાસ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment