Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ-દોઢ મહિનાથી ધક્કા ખાતાં અરજદારોમાં રોષ‎:પાટણ પાલિકાની જન્મ-મરણ શાખામાં એક જ લોગ-ઇનથી અરજદારોની લાઈનો

    1 day ago

    પાટણ નગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં સરકારી નીતિ-નિયમો અને ધીમી કામગીરીના કારણે સામાન્ય નાગરિકો માટે યાતનાનું કેન્દ્ર બની ગઈ છે. પાલિકા કચેરી ખાતે રોજ-બરોજ અરજદારોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. માત્ર એક જ લોગઈન આઈડી પર કામગીરીનું તમામ ભારણ હોવાના કારણે અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે નંબર આવે ત્યારે કચેરીનો સમય પૂર્ણ થઈ જતાં જ બારી બંધ કરી દેવામાં આવે છે, જેથી દૂર-દૂરથી આવતા લોકોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. ચાણસ્મા તાલુકાના વસઈ ફીચાલગામના કરણજી ઠાકોરે કહ્યું કે, તેઓ પોતાની દીકરીના વર્ષ 2011ના જન્મના દાખલાને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવવા માટે દોઢ મહિનાથી પાલિકાના ધક્કા ખાઈ રહ્યા છે. તેઓ બપોરે 12:30 વાગ્યે શાખામાં આવ્યા ત્યારે તેમને જિલ્લા પંચાયતનું કામ બતાવી ત્યાં મોકલ્યા હતા. ત્યાંથી કામ પતાવી સાંજે 4:22 વાગ્યે ફરી લાઈનમાં ઉભા રહ્યા હતા. પરંતુ સમય પૂર્ણ થતાં બારી બંધ થવાની નોબત આવી ગઈ હતી, જેથી તેમને ફરી બીજા દિવસે લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડશે. આ અંગે જન્મ-મરણ નોંધણી શાખાના ક્લાર્ક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ એક જ લોગઈન ઉપર ચારથી પાંચ સિસ્ટમ ચાલતી હતી, જેના કારણે કામગીરી ઝડપી થતી હતી અને ભારણ રહેતું ન હતું. પરંતુ હાલમાં માત્ર એક જ લોગઈન ઉપર એક જ સિસ્ટમ ચાલે છે જેના કારણે તમામ કામગીરી થતી હોવાથી લાઈનો લાગી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:આ નવરાત્રીમાં ચણિયા-ચોળી પણ ‘ધુરંધર’, ટકાઉ પ્રિન્ટની ‘ડિસ્ચાર્જ’ પેટર્ન પણ યુવતીઓમાં ફેવરિટ
    Next Article
    RBI Hikes Repo Rate By 25 Basis Points To 5.5% Amid Rising Inflation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment