Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:આ નવરાત્રીમાં ચણિયા-ચોળી પણ ‘ધુરંધર’, ટકાઉ પ્રિન્ટની ‘ડિસ્ચાર્જ’ પેટર્ન પણ યુવતીઓમાં ફેવરિટ

    1 day ago

    નવરાત્રીના મહાપર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શહેરના અક્ષરધામ મંદિર પાસે ભરાતું પરંપરાગત ચણિયા-ચોળીનું બજારમાં અત્યારથી જ ખરીદીનો માહોલ જામ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ અક્ષરધામ પાસેનું આ માર્કેટ યુવતીઓ અને મહિલાઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, જ્યાં સાંજના સમયે ખરીદી કરવા માટે ભારે ભીડ ઉમટી રહી છે. આ વર્ષના ફેશન ટ્રેન્ડ વિશે વાત કરીએ તો, બજારમાં પરંપરાગત લુક સાથે આધુનિક સ્ટાઇલનું અદ્ભુત મિશ્રણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કલરના આકર્ષક ચણિયાઓની સાથે આ વખતે બજારમાં તદ્દન નવી વેરાયટી તરીકે ‘ડિસ્ચાર્જ પ્રિન્ટ’નું આગમન થયું છે, આ ખાસ પ્રિન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અત્યંત ટકાઉ હોય છે અને તેની પ્રિન્ટ ઝડપથી નીકળતી નથી, જેના કારણે ગ્રાહકો આ ડિઝાઇન તરફ ખાસ આકર્ષાઈ રહ્યા છે. ડિસ્ચાર્જ પ્રિન્ટ ઉપરાંત ‘ધુરંધર’ ચણિયા-ચોળીની પણ બજારમાં જોરદાર માંગ જોવા મળી રહી છે. પ્રિન્ટ અને પેટર્નના વૈવિધ્યની વાત કરીએ તો, આ સિઝનમાં મોર પ્રિન્ટ, કંકુ પગલા પ્રિન્ટ, લાલ સ્વસ્તિક પ્રિન્ટ અને લોકપ્રિય અજરખ કોટન પ્રિન્ટ ટ્રેન્ડની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. અજરખ પ્રિન્ટના કાપડમાંથી તૈયાર થયેલા ચણિયા-ચોળી પહેરવામાં હળવા, આરામદાયક અને દેખાવમાં અત્યંત શાહી લાગતા હોવાથી કોલેજિયન યુવતીઓ અને મહિલાઓની પહેલી પસંદ બન્યા છે. વિવિધ પ્રકારની કલાત્મક ભાત અને હેન્ડલૂમ ટચવાળા આ વસ્ત્રો નવરાત્રીની રાતોમાં ગરબાની મજા બેવડી કરવા માટે તૈયાર છે. નવરાત્રી દરમિયાન અલગ-અલગ દિવસે અલગ રંગના ચણિયા પહેરવાનો ટ્રેન્ડ હોવાથી ઘણી યુવતીઓ એક કરતાં વધુ ચણિયા-ચોળીની ખરીદી પણ કરતી હોય છે. મોંઘવારીને લીધે એક આખી જોડી પર 500-600નો વધારો આ વખતે વૈશ્વિક અને સ્થાનિક મોંઘવારીની થોડી અસર બજાર પર જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થયેલા વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન અને કાપડના ઉત્પાદન ખર્ચ પર પડી છે, જેના લીધે કાપડ મોંઘું થયું છે. પરિણામે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચણિયા-ચોલીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે જે ચણિયા-ચોળીની આખી જોડી આશરે 1700 રૂપિયાની આસપાસ સરળતાથી મળી રહેતી હતી, તે જ જોડીના ભાવ આ વર્ષે વધીને 2200 થી 2300 રૂપિયાથી શરૂ થાય છે. જો કોઈ ગ્રાહક માત્ર છૂટા સ્કર્ટ કે ચણિયા જ ખરીદવા માંગે તો તે 1000 રૂપિયાની અંદર ઉપલબ્ધ છે. આમ, ગત વર્ષની સરખામણીએ એક જોડી પર આશરે 500 થી 600 રૂપિયાનો ભાવ વધારો થયો છે. વેપારીના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે સ્થાનિક બજારના જાણીતા વેપારી ઇલેશ ચુનારાના જણાવ્યા અનુસાર, આ વખતે ગ્રાહકો માટે અસંખ્ય નવી વેરાયટીઓ અને ટ્રેન્ડ ઉપલબ્ધ હોવાના કારણે બજારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મોંઘવારીના માહોલ વચ્ચે પણ નવરાત્રીના આ તહેવાર પર ખરીદીની ગાડી પૂરઝડપે દોડી રહી છે અને વેપારીઓ પણ આ સીઝનથી સારા વળતરની આશા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસે ગુમ થયેલી ₹35 હજારની જ્વેલરી શોધી:નેત્રમ પ્રોજેક્ટ હેઠળ CCTVની મદદથી મૂળ માલિકને પરત સોંપાઈ
    Next Article
    દોઢ-દોઢ મહિનાથી ધક્કા ખાતાં અરજદારોમાં રોષ‎:પાટણ પાલિકાની જન્મ-મરણ શાખામાં એક જ લોગ-ઇનથી અરજદારોની લાઈનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment