Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકી સંસદમાં કેપ્ટન સ્મિતના સન્માનમાં પ્રસ્તાવ પસાર:આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવાની પ્રશંસા કરી; ભારતીય પાઇલટને બહાદુર ગણાવ્યા

    2 days ago

    અમેરિકી સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં ઠરાવ પસાર કર્યો છે. તેને બંને પક્ષોએ સમર્થન આપ્યું છે. તેમાં 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઇટમાં થયેલા હુમલા દરમિયાન કેપ્ટન મચ્છરની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી છે. ઠરાવમાં આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવવામાં આવ્યો છે. હુમલાખોર ઓમાની સહ-પાયલટ હમામ અલ-હમામીને પકડવામાં મદદ કરનારા મુસાફરોની પણ પ્રશંસા કરવામાં આવી છે. ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. ઉડાન દરમિયાન કોકપિટમાં કેપ્ટન મચ્છર પર હુમલો થયો અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. ત્યારબાદ કેટલાક મુસાફરો કોકપિટમાં પહોંચ્યા અને હુમલાખોરને પકડી લીધો. વિમાનને સાઉદી અરેબિયાના તબુક લઈ જવામાં આવ્યું, જ્યાં કેપ્ટન મચ્છરની સારવાર કરવામાં આવી. કેપ્ટન મચ્છરને બચાવવા 45 મિનિટ સુધી દાંતના તબીબે પ્રયાસ કર્યો હુમલા બાદ ફ્લાઇટમાં હાજર દાંતના તબીબ ડૉ. શોતા મુસેવે કેપ્ટન સ્મિત મચ્છરને લગભગ 45 મિનિટ સુધી સંભાળ્યા. ચીસો સાંભળીને મુસેવ કોકપિટમાં પહોંચ્યા હતા. ત્યાં કેપ્ટન લોહીલુહાણ હાલતમાં ફ્લોર પર પડ્યા હતા. તેમણે તરત જ લોહી રોકવાનો પ્રયાસ શરૂ કર્યો અને કેપ્ટનને હોશમાં રાખવા માટે સતત તેમની સાથે વાત કરતા રહ્યા. મુસેવે જણાવ્યું કે કેપ્ટનના માથા અને ડાબા હાથ પર ઊંડા ઘા હતા. તેમણે ટી-શર્ટથી ઘા દબાવ્યા, પરંતુ લોહી બંધ થયું નહીં. ત્યારબાદ તેમણે ક્રૂ પાસેથી બરફ મંગાવ્યો. લગભગ 45 મિનિટ સુધી તેઓ ઘા પર દબાણ કરતા રહ્યા અને બરફ લગાવતા રહ્યા. તેમનું કહેવું છે કે જ્યારે પણ તેઓ ટી-શર્ટ હટાવીને ઘા જોતા, ત્યારે લોહી ફરીથી ઝડપથી વહેવા લાગતું હતું. ભાનમાં રાખવા માટે પૂછ્યું- કેટલાં બાળકો છે કેપ્ટનને ભાનમાં રાખવા માટે મુસેવ તેમની સાથે સતત વાત કરતા રહ્યા. તેમણે પૂછ્યું, “તમને કેટલાં બાળકો છે, તેમનાં નામ શું છે?” તેઓ કેપ્ટનને વિશ્વાસ અપાવતા રહ્યા કે તેઓ ટૂંક સમયમાં પરિવાર પાસે પહોંચી જશે. કેપ્ટને પોતાનું નામ અને ઉંમર જણાવી. તેમણે કહ્યું કે તેઓ દુબઈમાં રહે છે અને ભારતના છે. પીડામાં તેમણે કહ્યું, “મારી મદદ કરો. મારે જીવવું છે, અહીં મરવું નથી.” મુસેવના જણાવ્યા મુજબ, એક સમયે કેપ્ટનની નાડી ખૂબ ધીમી થઈ ગઈ. તેમણે તેમના પગ ઊંચા કર્યા, તો નાડી ફરી ધબકવા લાગી. જ્યારે કેપ્ટનના હોઠ વાદળી પડી ગયા, ત્યારે મુસેવે ક્રૂને કહ્યું કે વિમાનને વહેલી તકે ઉતારવું પડશે. કેપ્ટને દુખાવાની દવા માંગી, પરંતુ મુસેવે આપવાનો ઇનકાર કરી દીધો. તેમનું કહેવું હતું કે કેપ્ટનનું ઘણું લોહી વહી રહ્યું હતું, તેથી તેમને હલાવવાથી અથવા દવા આપવાથી વધુ લોહી વહી શકે તેમ હતું. કો-પાઇલટે ઇમરજન્સી માટે રાખેલી કુહાડીને હથિયાર બનાવી UAE સરકારે 3 ઑક્ટોબરે જણાવ્યું કે કો-પાઇલટ હમામીએ કેપ્ટન મચ્છર પર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ પહેલાં વિમાનમાં હાજર મુસાફરો પાસેથી મળેલી પ્રાથમિક માહિતીમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. વિમાનમાં ઇમરજન્સી માટે એક ખાસ કુહાડી રાખવામાં આવે છે, જેને ‘ક્રેશ એક્સ’ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ આગ લાગવાની સ્થિતિમાં કોઈ પેનલ કાપીને અંદર સુધી પહોંચવા, ફસાયેલા લોકોને બહાર કાઢવાનો માર્ગ બનાવવા અથવા જરૂર પડે ત્યારે વિમાનના કોઈ ભાગને કાપવા કે ખોલવા માટે કરવામાં આવે છે. મુસાફરોએ હેડફોનના તારથી હુમલાખોરને બાંધી દીધો મુસેવે કેપ્ટનને સંભાળવા ઉપરાંત મુસાફરોને હુમલાખોરને પકડવામાં પણ મદદ કરી. મુસાફરોએ હેડફોનના તારથી તેના હાથ-પગ બાંધી દીધા. જ્યારે તે છૂટવાનો પ્રયાસ કરતો રહ્યો, ત્યારે મુસાફરોએ તેને વધુ કડક રીતે બાંધી દીધો. ત્યાર બાદ તે શાંત થઈ ગયો. હુમલા બાદ વિમાનને સાઉદી અરેબિયાના તબુક લઈ જવામાં આવ્યું. ત્યાં કેપ્ટન મચ્છરની સારવાર કરવામાં આવી. બાદમાં તેમને UAE લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શું અમદાવાદમાં રમાશે 2036ની ઓલિમ્પિક?:યજમાનીની રેસમાં ભારત સહિત 7 દેશ; ઓલિમ્પિક કમિટીએ ઑફિશિયલી જાહેરાત કરી
    Next Article
    શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે 1.95 કરોડની સાયબર ઠગાઈ:શરૂઆતમાં 2.32 લાખ રૂપિયાનું રિફંડ આપ્યું, રોજ 20 ટકા સુધીના નફાની લાલચ આપીને પૈસા પડાવ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment