Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે 1.95 કરોડની સાયબર ઠગાઈ:શરૂઆતમાં 2.32 લાખ રૂપિયાનું રિફંડ આપ્યું, રોજ 20 ટકા સુધીના નફાની લાલચ આપીને પૈસા પડાવ્યા

    2 days ago

    વડોદરા શહેરમાં શેરબજારમાં રોકાણના નામે સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફતેગંજ વિસ્તારમાં રહેતા 53 વર્ષીય વેપારીને સોશિયલ મીડિયા ગ્રૂપમાં એડ કરી સાયબર ઠગોએ HDFC Securitiesના નામે નકલી એપ ડાઉનલોડ કરાવી હતી. રોજ 20 ટકા સુધીના નફાની લાલચ આપીને વેપારી પાસેથી ટુકડે-ટુકડે 1.95 કરોડ રૂપિયા વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા. સાયબર ગઠિયાઓએ વેપારીને ‘HDFC Securities The Gate of Wealth’ નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં એડ કર્યો હતો. ત્યારબાદ ગ્રૂપ એડમિન અને તેના સાગરીતોએ પોતાની કંપની SEBI રજિસ્ટર્ડ હોવાના બોગસ સર્ટિફિકેટ મોકલી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં વેપારી પાસે નકલી HDFC Securities એપ ડાઉનલોડ કરાવી શેરબજારમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યો હતો. સાયબર ઠગોએ શરૂઆતમાં વિશ્વાસ કેળવવા વેપારીને 2.32 લાખ રૂપિયાનું રિફંડ આપ્યું હતું. જેના કારણે વેપારીને વધુ વિશ્વાસ આવતા તેણે અલગ-અલગ તબક્કે કુલ 1.95 કરોડ રૂપિયા વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા. આ દરમિયાન નકલી એપમાં વેપારીને રૂ.6.16 કરોડનો નફો દેખાડ્યો હતો. વેપારીએ આ રકમ ઉપાડવા માટે વાત કરતા ગઠિયાઓએ વધુ રૂ.20 લાખની માંગ્યા હતા. જેથી વેપારીને શંકા ગઈ હતી અને વેપારીએ આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકી સંસદમાં કેપ્ટન સ્મિતના સન્માનમાં પ્રસ્તાવ પસાર:આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવાની પ્રશંસા કરી; ભારતીય પાઇલટને બહાદુર ગણાવ્યા
    Next Article
    કંપનીના એકાઉન્ટન્ટને બોસના નામે મેસેજ કરી ₹95.80 લાખ પડાવ્યા:બીજા દિવસે ફરીથી ગઠિયાએ બોસ બની ₹1.26 કરોડ ટ્રાન્સફર કરવાનું કહેતા ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment