Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છૂટાછેડાનું કહેતાં મૈત્રીકરારના સાથીએ પત્ની-પુત્ર, સાળાને મારી નાખવાની ધમકી આપી:આનંદનગરની યુવતીના મૈત્રીકરારથી સાથે રહેતા અશોક સાથે અવારનવાર ઝઘડા થતાં

    1 सप्ताह पहले

    ભાવનગરના આનંદનગરમાં રહેતી યુવતીને મૈત્રીકરારથી સાથે રહેતા પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હોવાથી તે પિયર આવી હતી. દરમિયાન યુવતીએ છૂટાછેડા અંગે વકીલની ઓફિસેથી પતિ સાથે ફોન પર વાતચીત કરતાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની, તેના પુત્ર અને સાળાને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે યુવતીએ નિલમબાગ પોલીસ મથકમાં મૈત્રીકરારથી સાથે રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે. બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા આંનદનગર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ તેના મૈત્રીકરારથી રહેતા પતિ અશોક ધુલાભાઈ સોલંકી (રહે. રતનવાવ, બોટાદ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, યુવતી અને અશોક છેલ્લા સાત વર્ષથી મૈત્રીકરારથી સાથે રહેતા હતા અને તેમને 19 મહિનાનો પુત્ર છે. છેલ્લા એક મહિનાથી તેઓ બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હોવાથી વૈશાલીબેન તેના પિયર ભાવનગર આવી ગયા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી છૂટાછેડાની કાર્યવાહી માટે 5 ઓક્ટોબર 2026ના રોજ શહેરની જુબેલી હોટલ પાસે વકીલ દર્શનાબેન જોશીની ઓફિસે ગયા હતા. જ્યાં વકીલની ઓફિસથી તેના પતિ અશોકને ફોન કરીને છૂટાછેડા અંગે વાતચીત કરતા અશોકએ ઉશ્કેરાઈને ફોન પર જેમ તેમ બોલી તેણીને, તેના ભાઈ અને બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે શખ્સ સામે BNS એક્ટ 351(4), 352 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોવિંદપરા પાસે રોડ કામગીરીથી ટ્રાફિક જામ:તાલાલા-વેરાવળ હાઈવે વન-વે થતા વાહનોના થપ્પા લાગ્યા, વાહનચાલકોમાં રોષ
    Next Article
    Surat News | સુરતમાં ભાજપ નેતાની FB પોસ્ટથી ખળભળાટ | BJP Leader | Post | Controversy | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment