Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવિંદપરા પાસે રોડ કામગીરીથી ટ્રાફિક જામ:તાલાલા-વેરાવળ હાઈવે વન-વે થતા વાહનોના થપ્પા લાગ્યા, વાહનચાલકોમાં રોષ

    1 सप्ताह पहले

    વેરાવળ - તાલાલા સ્ટેટ હાઈવે પર ગોવિંદપરા નજીક રોડ કામગીરીના કારણે સર્જાયેલી વન-વે વ્યવસ્થાથી આજે ટ્રાફિકની સ્થિતિ કથળી હતી. માર્ગ પર એક તરફની કામગીરી ચાલી રહી હોવાથી વાહનવ્યવહારને વન-વે કરવામાં આવ્યો હતો. જોકે, વાહનોના સતત વધતા પ્રવાહ વચ્ચે યોગ્ય ટ્રાફિક નિયમન અને વ્યવસ્થા જળવાઈ ન રહેતા વાહનોના થપ્પા લાગી ગયા હતા. ગોવિંદપરા નજીક હાઈવે પર બંને તરફથી આવતા વાહનોને નિયંત્રિત કરવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી થોડા જ સમયમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની હતી. હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને ભારે વાહનો, એસટી બસો તેમજ ખાનગી વાહનો એકસાથે ફસાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડનું કામ જરૂરી હોવા છતાં કામગીરી દરમિયાન વાહનવ્યવહારને સરળતાથી ચાલુ રાખવા માટે યોગ્ય ટ્રાફિક પ્લાનિંગ કરવું જરૂરી બને છે. પરંતુ ગોવિંદપરા નજીકની સ્થિતિ જોતા ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોનું કહેવું છે કે આ માર્ગ પર રોડ કામગીરી દરમિયાન અગાઉ પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ચૂકી છે. વન-વે શરૂ કરવામાં આવે ત્યારે બંને તરફથી વાહનોને ક્રમબદ્ધ રીતે પસાર કરાવવા માટે ટ્રાફિક કર્મચારીઓ અથવા યોગ્ય સિગ્નલિંગની વ્યવસ્થા જરૂરી છે. પરંતુ વ્યવસ્થાના અભાવે વાહનો સામસામે આવી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. મહત્વનું છે કે તાલાલા-વેરાવળ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ ગીર સોમનાથ જિલ્લાના મહત્વના માર્ગોમાંનો એક હોવાથી રોડ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. વાહનચાલકોએ તંત્ર પાસે માંગ કરી છે કે રોડ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને કામગીરી ચાલે ત્યાં સુધી યોગ્ય બેરિકેડિંગ, સૂચનાત્મક બોર્ડ તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે. વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    વકીલોની હડતાલનો અંત, સરકાર સાથે બેઠક બાદ નિર્ણય:ભાડૂઆત-મિલકત સંબંધિત સત્તા જ્યુડિશિયરી પાસે જ રહેવા દેવાની ખાતરી આપી, 5 સભ્યની ટીમ બનાવાશે
    Next Article
    છૂટાછેડાનું કહેતાં મૈત્રીકરારના સાથીએ પત્ની-પુત્ર, સાળાને મારી નાખવાની ધમકી આપી:આનંદનગરની યુવતીના મૈત્રીકરારથી સાથે રહેતા અશોક સાથે અવારનવાર ઝઘડા થતાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment