Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં જાયન્ટ્સ ગ્રુપની દ્વિતીય યુનિટ કાઉન્સિલ યોજાઈ:વિવિધ ગ્રુપોની સેવાકીય પ્રવૃત્તિઓની સમીક્ષા કરાઈ, મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું

    2 days ago

    બીલીમોરામાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા દ્વિતીય યુનિટ કાઉન્સિલની ઉજવણી કરાઈ. યુનિટ ૧ ના ડાયરેક્ટર ફિરોઝ વરીઆવાએ અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વિવિધ ગ્રુપોની સેવાકીય પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી. જાયન્ટ્સ ચળવળને વેગવાન બનાવવા સ્પેશિયલ કમિટી મેમ્બર્સ અને મહાનુભાવોએ સભ્યોને માર્ગદર્શન આપ્યું. વિજયભાઈ પટેલ, બાલકૃષ્ણ શેટ્ટી, અનિલભાઈ રાવલ, સુમનભાઈ પટેલ, દોલતભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ મિસ્ત્રી હાજર રહ્યા. બીલીમોરા ગ્રુપના પ્રમુખ અશોકભાઈ પટેલ, મંત્રી હસમુખભાઈ પટેલ, ખજાનચી મુકેશભાઈ રાય સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા. વાપી, મરોલી, સચિન, બીલીમોરા સાહેલી, ગોયંદી, બીગરી વિભાગ, કરચેલિયા જેવા યુનિટ ૧ ના ગ્રુપોના હોદ્દેદારોએ પણ હાજરી આપી. તેમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો. કાર્યક્રમના અંતે બીલીમોરા ગ્રુપના મંત્રી હસમુખભાઈ પટેલે ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જેની સાથે ભાગી એની પાસે ઝાડ સાથે બાંધી દુષ્કર્મ કરાવ્યું:સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે પતિ સહિતના પરિવાર-સંબંધીઓ બર્બરતા આચરી વીડિયો પણ શૂટ કર્યો, 9ની ધરપકડ
    Next Article
    શુદ્ધિકરણ વિધિના નામે મહિલા પર દુષ્કર્મ:સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા સુરેન્દ્રનગર પોલીસે 9 આરોપીઓને પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment