Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના વારસા અને પ્રવાસનને વૈશ્વિક સ્તરે રજૂ કરવા મંથન:ભુજ મ્યુઝિયમમાં 'સેવા સંકલ્પ' અંતર્ગત નિષ્ણાતોએ આપ્યા મહત્વના સૂચનો

    1 day ago

    કચ્છની ઐતિહાસિક ઓળખ, સમૃદ્ધ લોકકલા, પુરાતત્વીય વારસો અને પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ભુજના ઐતિહાસિક કચ્છ મ્યુઝિયમ ખાતે ‘સેવા સંકલ્પ’ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકોની વિશેષ બેઠક યોજાઈ હતી. તા. 3 ઓક્ટોબરના રોજ યોજાયેલી આ બેઠકમાં કચ્છના વારસા અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે વધુ અસરકારક રીતે રજૂ કરવા અંગે નિષ્ણાતો તથા મહાનુભાવોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. બેઠકમાં રાજ્યના સંગ્રહાલય અને પુરાતત્વ વિભાગના અધિકારી ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા, પુરાતત્વ વિભાગના શ્રી જયપાલસિંહ જાડેજા સહિત કચ્છની કલા, ઇતિહાસ અને સંશોધન ક્ષેત્ર સાથે લાંબા સમયથી જોડાયેલા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ક્રાફ્ટ-એન્ટરપ્રિન્યોર પાબીબેન રબારી, મુંબઈના ફોટો જર્નાલિસ્ટ નવીન ભાનુશાલી તેમજ પુરાતત્વવિદ્ અને ઇતિહાસકાર ડૉ. હિરજી ભુડિયાએ પણ ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો. કચ્છના પ્રવાસનને બારેમાસ જીવંત રાખવા માટે વર્ષ દરમિયાન સતત સાંસ્કૃતિક કાર્યક્રમો, કલા પ્રદર્શન અને વિવિધ પ્રવાસનલક્ષી પ્રવૃત્તિઓ યોજવાની જરૂરિયાત પાબીબેન રબારીએ વ્યક્ત કરી હતી. તેમના મતે કચ્છની સ્થાનિક કલા અને હસ્તકલા સાથે પ્રવાસનને જોડવામાં આવે તો સ્થાનિક કલાકારો અને સાહસિકોને પણ નવી તકો મળી શકે છે. ડૉ. હિરજી ભુડિયાએ કચ્છના પ્રાચીન વારસાને સંરક્ષિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હડપ્પીય સંસ્કૃતિ સહિતના પુરાતત્વીય અવશેષો કચ્છની આગવી ઓળખ હોવાનું જણાવી તેમણે સંરક્ષણની કામગીરીને વધુ વ્યાપક અને ઝડપી બનાવવા સૂચન કર્યું હતું. નવીન ભાનુશાલીએ કચ્છ અને ગુજરાતની લોકસંસ્કૃતિ તથા પ્રાદેશિક ભાષાઓના જતનને સમયની જરૂરિયાત ગણાવી હતી. જ્યારે જયપાલસિંહ જાડેજાએ પ્રાચીન કલાકૃતિઓ અને પુરાતત્વીય સંપદાના વૈજ્ઞાનિક સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમાપન પ્રસંગે ડૉ. મહેન્દ્રસિંહ સુરેલાએ કચ્છ મ્યુઝિયમને કચ્છની કલા, સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક વારસાને જનમાનસ સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનાવવા વિભાગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન ભુજની વિદ્યુત નિરીક્ષક કચેરીના સીનિયર ક્લાર્ક એમ. આઈ. બાયડે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રામાં 1250થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી:‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સંસ્કારધામ ખાતે પર્યાવરણ જતનનો સંદેશ અપાયો
    Next Article
    નસવાડીમાં 8 લાખના લીલા ગાંજા સાથે બે ઝડપાયા:માતોરા ગામના ખેતરમાંથી SOG પોલીસે 38 છોડ જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment