Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડા વિધેયક સામે વકીલો મેદાને:બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ મળી

    14 hours ago

    સમગ્ર ગુજરાતમાં વકીલો ગુજરાત ભાડા વિધેયક 2026 નો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વિધેયકમાં અદાલતની સત્તાઓ રાજ્યના એડમિનિસ્ટ્રેશનને સોંપવામાં આવી છે, જે કાયદાઓથી વાકેફ ન હોય. વળી ભાડા અને ભાડુઆતને લગતી બાબતમાં ન્યાયિક સત્તા એડમિનિસ્ટ્રેશન પાસે જતા ભાડુઆતોના હિત જોખમમાં આવી શકે છે. સરકાર અને મોટા બિલ્ડર્સ તેમના હિત વિરુદ્ધમાં કાર્ય કરી શકે છે. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ અમદાવાદ ખાતે ચાલી રહી છે. જેમાં ચર્ચા વિચારણા બાદ હડતાળ ઉપર નિર્ણય આવી શકે છે. તો બીજી તરફ સરકારને રજૂઆતો અને આગામી કાર્યવાહી ઉપર પણ સ્પષ્ટતા મળી શકે તેમ છે. હાલમાં આ બિલ રાજ્યપાલની સહી માટે પેન્ડિંગ છે. ત્યારે તેને રદ્દ કરીને જુનો કાયદો ચાલુ રાખવો જોઈએ. હવે આ મુદ્દો ભાડા વિધેયક પૂરતો સીમિત નથી, પરંતુ તેનો વિસ્તાર વધીને વકીલોના માન અને સન્માન સુધી વિસ્તર્યો છે. અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ સ્મોલ કોઝ કોર્ટથી શરૂ થયેલ વિરોધ સમગ્ર રાજ્યના તમામ બાર એસોસિએશન સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ વકીલોને સાથ આપતા, રાજ્યના તમામ બાર એસોસિએશનને પત્ર મોકલીને ન્યાયિક કામકાજથી દૂર રહેવા હાકલ કરી હતી. ત્યારે ગઈકાલથી હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ અદાલતોમાં કામકાજ ઠપ થયેલું છે. વકીલો રસ્તા ઉપર ઊતરીને આ બિલનો વિરોધ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    54 साल पुराने इस गाने ने विनोद खन्ना को बनाया रोमांटिक हीरो, मोहम्मद रफी की आवाज में बना कल्ट हुआ सदाबहार
    Next Article
    મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે પદયાત્રીઓને 108 કિ.મી. સેવા આપી:માતાના મઢ જતા ભક્તોને રસ્તામાં પાણી, ઠંડા પીણા અને ફ્રૂટનું વિતરણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment