Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ-છરીથી હુમલો:પિતાને બચાવતા પુત્રને પણ માર માર્યો, માધવપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો

    18 hours ago

    અમદાવાદના શાહીબાગની ગર્વમેન્ટ એ કોલોનીમાં રહેતા મુનાવર વાઘેલા પર અગાઉના ઝઘડાની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે. આરોપીઓ સમાધાન કરવાના બહાને મુનાવરને બાઈક પર બેસાડી શાહીબાગમાં તેના મામાના ઘરે લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ પાઈપ અને છરી વડે હુમલો કરતા મુનાવર ઈજાગ્રસ્ત થયો છે. આ દરમિયાન તેના પુત્ર અયાનને પણ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.મુનાવર વાઘેલાએ આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં આશિફ શમા, મહોસીન સોઢા, મોહસીન સંધી અને મહમદ હનીફ વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. પિતાને બચાવતા પુત્રને પણ માર માર્યો સમાધાનની વાત વચ્ચે અચાનક આરોપીઓએ મુનાવર પર પાઈપ અને છરી વડે હુમલો શરૂ કરી દીધો હતો.હુમલામાં મુનાવરને ઈજાઓ પહોંચી હતી. પિતાને બચાવતા દરમિયાન તેના પુત્ર અયાનને પણ આરોપીઓએ માર માર્યો હતો. ઘટનાને પગલે મુનાવરે માધવપુરા પોલીસનો સંપર્ક કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાવીજેતપુરમાં ટ્રેનની અડફેટે 26 વર્ષીય યુવકનું મોત:આણંદથી માસીના ઘરે આવેલા યુવકનું મોત, ટૂંકા ગાળામાં બીજો બનાવ
    Next Article
    બોટાદ-ગઢડામાં માટીના ગરબા લોકપ્રિય:ચાકડા પર તૈયાર આધુનિક ડિઝાઈન; કુંભાર પરિવારે જાળવી રાખી પરંપરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment