Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિસ્ટમ અપગ્રેડેશનના નામે કામગીરી ખોરવાઈ:પાલિકામાં ઈ-નગર પોર્ટલ ઠપ સેવા‎ શરૂ નહીં થતાં અરજદારોના ધક્કા‎

    8 hours ago

    ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં ઈ-નગર 2.0 પ્લેટફોર્મ ગો-લાઈવ કરવા માટે સિસ્ટમ અપગ્રેડેશન અને ટેકનિકલ મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે 1 થી 4 ઓક્ટોબર સુધી ઈ-નગર પોર્ટલ કામચલાઉ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, 5 ઓક્ટોબર, સોમવારના રોજ મુદત પૂરી થવા છતાં પાટણ નગરપાલિકામાં ઓનલાઈન સેવાઓ પુનઃ શરૂ ન થતાં અરજદારો ભારે હેરાનગતિનો ભોગ બન્યા છે. સોમવારે પાટણ નગરપાલિકાની વેરા શાખામાં કામકાજ અર્થે પહોંચેલા અરજદારોને પોર્ટલ ચાલુ ન હોવાથી ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. સ્થાનિક અરજદાર પરમાર સુરેશ નટવરલાલે જણાવ્યું હતું કે, 1 થી 4 ઓક્ટોબર સુધી પોર્ટલ બંધ રહેવાની જાહેરાત બાદ આજે ૫મી તારીખે ત્રીજી વખત આવ્યો છતાં સર્વર બંધ છે અને હવે 10 ઓક્ટોબર પછી આવવાનું કહેવામાં આવે છે. બીજી તરફ, વેરા શાખામાં ફરજ પરના કર્મચારીઓએ પણ જણાવ્યું હતું કે, સિસ્ટમ અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી હવે તેઓ પણ આવનાર અરજદારોને 10 તારીખ પછી જ આવવા માટે કહી રહ્યા છે. સિસ્ટમ અપગ્રેડેશનના કારણે મિલકત વેરો, ઘરવેરો, એડવાન્સ ટેક્સ, વ્યવસાય વેરો, પાણી-ગટર કનેક્શન, ગુમાસ્તા લાયસન્સ રિન્યૂઅલ, ફાયર NOC અને ટાઉન હોલ બુકિંગ જેવી તમામ મહત્વની નાગરિક સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. સિસ્ટમ સમયસર પૂર્વવત ન થતાં અરજદારો અને કરદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ:ટેલિફોન એક્સચેન્જ રોડ પર મોટો ખાડો ખુલ્લો મૂકતાં બાઈક ચાલક ખાબક્યો
    Next Article
    સિંગલ યુઝ પ્લાસ્ટિક અને દબાણ સામે પાલિકાની ડ્રાઈવ:પાટણમાં 3 દરવાજાથી બગવાડા સુધી‎ રોડ પર મૂકેલો સામાન હવે જપ્ત થશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment