Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જશોનાથ ચોકથી વાસણઘાટ રોડ પર દારૂ-બિયરના જથ્થા રીક્ષા સાથે ઝડપાઈ:હાદાનગર અને વડવાના શખસો સુરતના શખસ પાસેથી દારૂ લઈ આવ્યા હતા

    8 घंटे पहले

    ભાવનગર નિલમબાગ પોલીસે શહેરના જશોનાથ ચોકથી વાસણઘાટ જવાના માર્ગ પર રીક્ષામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરી બેસેલા બે શખસને ઝડપી લઈ રીક્ષામાં છુપાવી રખાયેલી વિદેશી દારૂના 384 ચપટા 12 બિયટ ટીન મળી આવતા દારૂ, બિયર, બે મોબાઈલ, રીક્ષા મળી કુલ ₹ 1.81 લાખનો મુદામાલ કબ્જે કરી પુછપરછ કરતા દારૂનો જથ્થો સુરતના શખસ પાસેથી લઈ આવ્યાની કબૂલાત આપી હતી. બનાવ પોલીસે ત્રણેય શખ્સ સામે પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. રિક્ષા સાથે બે શખસની અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે,ભાવનગર શહેરના જશોનાથ ચોકથી વાસણઘાટ જતા રોડ પર એક સીએનજી રીક્ષા GJ-04-AU-8892 માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે શખસ બેઠા છે. જે હકીક્ત આધારે રેઈડ કરી તપાસ હાથ ધરતા રીક્ષા સાથે રાહુલ દિનેશભાઈ ગોહીલ (રહે. મોમાઈમાંના મંદિરની પાછળ, હાદાનગર) અને રીજવાન અમીરઅલી વસાયા (રહે. હાજી નાજી ફ્લેટ, જીનવાળો ખાંચો, વડવા તલાવડી, ભાવનગર) મળી આવતા બન્નેની અટક કરી હતી. 384 બોટલ અને 12 બિયર ટીન જપ્ત રીક્ષાની તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની 384 બોટલ તેમજ 12 બિયર ટીન મળી આવતા બન્ને શખસ પાસેથી વિદેશી દારૂ, બિયર ટીન, એક રીક્ષા, બે મોબાઈલ મળી કુલ રૂા. 1.81,000 નો મુદામાલ કબ્જે કરી શખસોની પુછપરછ કરતા તેઓ વિદેશી દારૂનો જથ્થો સુરતમાં રહેતા વાજીદ નામના શખસ પાસેથી છુટક વેંચાણ કરવા લઈ આવ્યાની કબુલાત આપી હતી. જે બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે ત્રણેય શખસ સામે પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળ્યું:108 ટીમે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યું, પોલીસે બાળકની માતાની શોધખોળ શરૂ કરી
    Next Article
    સુરતમાં રેસ્ટોરન્ટ્સ પર તવાઈ:80 એકમોમાં તપાસ, 1800 કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ અને 31ને નોટિસ ફટકારી ₹1.09 લાખથી વધુનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment