Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરનારમાં સીડી નજીક વાનરની કનડગત કરતો વીડિયો વાયરલ. ​:પ્રવાસી દ્વારા ગિરનાર સીડી નજીક વાનરને હાથ રૂમાલથી હેરાન કરાતો હોવાનો વીડિયો વાયરલ , વન વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી .

    8 hours ago

    ​જૂનાગઢના પ્રખ્યાત ગીરનાર ક્ષેત્રમાંથી પ્રવાસીઓ દ્વારા વન્યજીવો સાથે ચેડાં કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક ગીરનાર વિસ્તારમાં તેની નજીક આવેલા એક વાનરને હાથરૂમાલ વડે અટપટી રીતે કનડગત કરતો અને હેરાન કરતો સ્પષ્ટપણે નજરે ચઢે છે. વન્યજીવો પ્રત્યે પ્રવાસીઓની આ પ્રકારની બેજવાબદાર અને જોખમી હરકતોના કારણે પ્રાણીઓના સ્વભાવમાં અકુદરતી બદલાવ આવવાની સાથે ગંભીર અકસ્માતો સર્જાવાનું જોખમ પણ સતત વધતું જાય છે. ​ થોડા સમય અગાઉ જ ગીરનારની સીડીઓ પર સિંહ દ્વારા એક બાળક પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કમનસીબે તે માસૂમ બાળકનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને વન્યજીવોના રક્ષણ માટે અત્યંત કડક અને સાવચેતીના વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. ગીરનારની નવી તેમજ જૂની સીડીઓ અને આસપાસના સમગ્ર જંગલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વન્યજીવો કે માનવ જીવનને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે તકેદારી રાખવા ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ​આ સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત ગીરનાર જંગલ ક્ષેત્ર અને તેની આસપાસના માર્ગો પર ખાસ તાલીમબદ્ધ 25 થી વધુ ટ્રેકરોને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ સતત નજર રાખીને વન્યજીવો અને માનવ સુરક્ષા સુનિશ્ચિત કરવાની મહત્વપૂર્ણ કામગીરી બજાવી રહ્યા છે. આમ છતાં, કેટલાક બેજવાબદાર પ્રવાસીઓ દ્વારા આ પ્રકારની હરકતો આચરવામાં આવતી હોવાથી વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ​સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો અંગે વન વિભાગના અધિકારી ગુલાબબેન સુહાગીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે હાલ જે વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે, તે વાસ્તવમાં કેટલા સમય જૂનો છે અને આ પ્રકારે વાનરને હેરાનગતિ કરનાર યુવક કોણ છે તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિત સામે યોગ્ય નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને ફટકાર લગાવી:કહ્યું- 'તમને ખબર હોવી જોઈએ કે ક્યારે મોઢું ખોલવું, તમારી જગ્યા જેલમાં છે'; ચેક બાઉન્સ કેસમાં આદેશનું ઉલ્લંઘન
    Next Article
    ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક:કેન્દ્ર સરકારનું નોટિફિકેશન જાહેર, 7 દિવસ પહેલાં કોલેજિયમે ભલામણ કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment