Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા સ્મિત મચ્છર:ચારધામ યાત્રા દરમિયાન ઋષિકેશથી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતે સ્મિતની શૌર્યગાથાને બિરદાવી

    7 hours ago

    વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થાનના સંતે ચારધામ યાત્રા દરમિયાન ઋષિકેશમાં ગંગાજીના તટ પરથી આપેલા સંદેશમાં આપણા દેશનું ગૌરવ એવા સ્મિત મચ્છરની અદભુત હિંમત અને બહાદુરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્મિત મચ્છરએ માત્ર 150 લોકોની જિંદગી બચાવી છે એટલું જ નહીં, પરંતુ અધ્યાત્મની સાચી શક્તિ, હનુમાન ચાલીસાનો પાવર અને નિડરતા કોને કહેવાય તે પોતાના કર્તવ્યથી સાબિત કરી બતાવ્યું છે. ગંભીર પરિસ્થિતિમાં બહાદુરી દર્શાવી અત્યંત વિકટ પરિસ્થિતિમાં જ્યારે તેમના પર હુમલો થયો હતો, તેઓ ઘાયલ થયા હતા અને શરીરેથી લોહી વહી રહ્યું હતું, તેવા સમયે પણ સ્મિત મચ્છરે હનુમાનજી મહારાજને યાદ કર્યા હતા. તેમણે હનુમાન ચાલીસાનો પાઠ કરીને કોકપિટ ખોલીને જે અસાધારણ કાર્ય કર્યું, તેનાથી આજે દેશનો પ્રત્યેક નાગરિક ગૌરવ અનુભવી રહ્યો છે. યુવાનો માટે સ્મિત રોલ મોડેલ સંતે દેશના યુવાનોને કરબદ્ધ પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે 21મી સદીના યુવાનોએ સ્મિત મચ્છરને પોતાના રોલ મોડેલ બનાવવા જોઈએ. સ્મિતના ઉત્કૃષ્ટ સંસ્કારો અને હિંમતને કારણે આજે સમગ્ર દેશ અને દુનિયા તેમના નામ પર ગૌરવ લઈ રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન સહિતના મહાનુભાવો પણ સ્મિત મચ્છરની આ બહાદુરી અને સાહસપૂર્ણ કાર્યના મુક્તકંઠે વખાણ કરી રહ્યા છે. માતા-પિતાના સંસ્કારોને વંદન અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના જે ઘરમાં આવા સંસ્કારી અને બહાદુર સંતાનનો જન્મ થયો અને ઘડતર થયું, તેવા સ્મિતના માતા-પિતાને સંતે હૃદયપૂર્વક વંદન અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દેશના તમામ માતા-પિતાને પોતાના બાળકોને સ્મિત જેવા ઉત્તમ સંસ્કાર, શક્તિ અને ભક્તિ આપવા આહ્વાન કર્યું હતું. સંતે ભગવાન સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ દેવ, સારંગપુર નિવાસી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અને ગંગા મૈયાને પ્રાર્થના કરી હતી કે ઘાયલ સ્મિત મચ્છર અને તેમનો પરિવાર વહેલામાં વહેલો સ્વસ્થ થાય, તેમને દીર્ઘાયુ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય જેથી તેઓ પુનઃ પોતાના કાર્યમાં જોડાઈ શકે.
    Click here to Read More
    Previous Article
    સરકારી ઈમારતો બનશે સોલાર વીજળીના મોટા કેન્દ્રો:NRI અને Gen-Z માટે 'ઈંગ્લીશ પોલીસ પાર્ટી', જીમમાંથી100 યુવતીઓના વાંધાજનક ફોટોઝ મળ્યા, પાંચ લોકોનો જીવ લેનાર સિંહણનું હડકવાથી મોત
    Next Article
    Diwali-Dussehra पर घर जाना होगा महंगा | IndiGO Flight Ticket Price Hike | ATF Price Hiked | Price

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment