Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસમાં અરજી કર્યાંની અદાવતમાં પરિવાર પર હુમલો:રાધનપુર રોડ પર તાળા-ચાવીના ધંધા બાબતે બે ભાઈઓએ ધમકી આપી, ત્રણ સામે પોલીસ ફરિયાદ

    5 days ago

    મહેસાણાના રાધનપુર રોડ પર રાજીવ બ્રિગેડ નગર વિસ્તારમાં રહેતા અને મજરી કામ કરતા સરદાર પરિવાર પર કુટુંબીઓએ જ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધંધો કરવા બાબતે ચાલી રહેલી તકરારમાં બે પક્ષ વચ્ચે મામલો ઉગ્ર બનતા પિતા-પુત્રને લાકડીથી ઢોરમાર મારવામાં આવતા બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ચાવી બનાવવાના ધંધા બાબતે બોલાચાલી થઈ હતી રાજીવ બ્રિગેડ નગરમાં રહેતા અને તાળા-ચાવી બનાવવાનું કામ કરતા નીહાલસિંહ સરદારને તેમના જ કુટુંબી મોટા બાપાના દીકરા લેજમસિંહ શેરસિંહ સરદાર સાથે રાધનપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મંદિર સામે ધંધો કરવા બાબતે બોલાચાલી થઈ હતી. ધંધો ન કરવા અંગે લેજમસિંહે ઝઘડો કરતાં નીહાલસિંહ અને તેમના પુત્ર બલદેવસિંહે આ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસને અરજી પરિવાર ઘરે પરત ફર્યોને બોલાચાલી થઈ અરજી આપીને પરિવાર ઘરે પરત ફર્યો તે દરમિયાન સાંજના આશરે પાંચેક વાગ્યે લેજમસિંહ સરદાર પોતાની સામે પોલીસમાં અરજી કેમ કરી તે બાબતનું મન દુઃખ રાખી નીહાલસિંહના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન લેજમસિંહનો દીકરો જોગીન્દરસિંહ હાથમાં ધોકો (લાકડી) લઈને ધસી આવ્યો હતો અને ઉશ્કેરાઈ જઈને બલદેવસિંહને ડાબા હાથે ધોકો મારી દીધો હતો. બે ભાઈએ માર માર્યો ત્યારબાદ લેજમસિંહનો બીજો દીકરો બોબીસિંહ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પરિવારને ગંદી ગાળો આપી નીહાલસિંહના ગાલ પર થપ્પડો મારી દીધી હતી. બોબીસિંહે પોતાના ભાઈ જોગીન્દર પાસેથી ધોકો આંચકી લઈ નીહાલસિંહના ડાબા હાથ પર પણ ફટકારી દીધો હતો. ઝઘડા વચ્ચે નીહાલસિંહના પત્ની ફોનકૌર તેમને છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ શરીરે માર વાગ્યો હતો. બંને ભાઈ ધમકી આપી ફરાર થઈ ગયા ઘટનાને પગલે ઈજાગ્રસ્ત પરિવારે તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. 112ની ટીમ સ્થળ પર પહોંચી જતાં લેજમસિંહ અને તેના બંને દીકરા જોગીન્દરસિંહ અને બોબીસિંહ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત પિતા નીહાલસિંહ અને પુત્ર બલદેવસિંહને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ દર્દી તરીકે દાખલ કરી સારવાર શરૂ કરી હતી. 3 સામે પોલીસે ગુનો નોંધ્યો હોસ્પિટલમાંથી મળેલી વર્ધીના આધારે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત બલદેવસિંહનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે હુમલો કરનાર લેજમસિંહ શેરસિંહ સરદાર, જોગીન્દરસિંહ લેજમસિંહ સરદાર અને બોબીસિંહ લેજમસિંહ સરદાર (તમામ રહે. રાજીવ બ્રિગેડ નગર, સહારા ટાઉનશીપ પાછળ, રાધનપુર રોડ, મહેસાણા) સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં વકીલોનું આંદોલન:નવા કાયદાની જોગવાઈઓ સામે વાંધો, કોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કરી હડતાળ પાડી
    Next Article
    મહીસાગરમાં 254 મહેસૂલી કર્મચારીઓ માસ CL પર:14 માંગણીઓને લઈ સરકાર સામે વિરોધ, નહીં સંતોષાય તો હડતાળની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment