Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની હડતાળ:વકીલોએ રેન્ટ એક્ટ પાછો ખેંચો...ના નારા લગાવ્યા, અમદાવાદમાં બાર એસો.ના પ્રમુખની તબિયત લથડી

    17 hours ago

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યના 182 વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પહેલા સતત ત્રણ દિવસ વિરોધ કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગુજરાત બાર એસોસિએશને અચોક્કસ મુદતની હડતાળ પર જવા આહવાન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ વકીલોને કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા આહવાન કર્યું હતું. જેને પગલે હાઇકોર્ટમાં વકીલોને એન્ટર થવાનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. વકીલો કામથી અળગા રહેતા ચાલી રહેલા કેસોને પણ અસર થઈ છે. હાઇકોર્ટની એક પણ કોર્ટમાં ખાનગી વકીલો ઉપસ્થિત રહ્યા નહોતા.તમામ કોર્ટની ઓન ડાયસ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આજની મુદતો લંબાવી છે. આ ઉપરાંત અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી બાઇક રેલી યોજવામાં આવી હતી. આ રેલી અમદાવાદ મેટ્રો કોર્ટ, ઘી કાંટા થઈને ઇન્કમટેક્સ સુધી યોજી છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા બે દિવસ માટે કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમે ત્રીજા દિવસથી કામ શરુ કરીશું. મારો વ્યક્તિગત મત એવો છે કે, આ કાયદો બિલ્ડરો અને ઉચ્ચ અધિકારીઓના લાભાર્થે લાવવામાં આવ્યો છે. વકીલ એક હશે તો કોઈ કાયદો કે એક્શન હરાવી શકશે નહીં. પ્રજા પણ જોશે ને કે સરકાર કેવા કાયદા લાવે છે જેના કારણે તેમને ભોગવવું પડે છે. ગુજરાત વિધાનસભા લાવી એવો કાયદો નોર્થ કોરિયામાં ન આવી શકે. કોંગ્રેસ-ભાજપના બધાએ એક અપવાદ સિવાય તાળીઓ પાડી હતી. ખાલી કોંગ્રેસના એક માત્ર ધારાસભ્ય કિરીટ પટેલે વિરોધ કર્યો હતો. ત્રણ તસવીરમાં જુઓ વકીલોની હડતાલ ‘રાજ્ય સરકારે રાજ્યપાલને મોકલેલો ખરડો પહેલાં પરત ખેંચવો જોઈએ’ હસમુખ ભટ્ટે જણાવ્યું કે,વડોદરા વકીલ મંડળના તમામ વકીલોની સ્પષ્ટ માગણી છે કે રાજ્ય સરકારે રાજ્યપાલને મંજૂરી માટે મોકલેલો ખરડો પહેલાં પરત ખેંચવો જોઈએ અને તેમાં જરૂરી સુધારા કરવા જોઈએ, તે પછી જ આંદોલન પાછું ખેંચવાનો વિચાર કરવો જોઈએ. ગુજરાત બાર કાઉન્સિલ અને હાઈકોર્ટ કાયદાની ઊંડી સમજ ધરાવે છે, તેથી તેમની સાથે યોગ્ય ચર્ચા કર્યા વગર જો ગુજરાત બાર કાઉન્સિલ કોઈ સમાધાન કરશે, તો વડોદરા વકીલ મંડળ તેને માન્ય રાખશે નહીં. ભાડા વિધેયકોનો વકીલો કેમ વિરોધ કરે છે? નવા વિધેયક અનુસાર, ભાડા કરાર અને તેનાથી ઊભા થતા વિવાદોના ઉકેલ માટે સિવિલ કોર્ટ કે સ્મોલ કોઝ કોર્ટની જગ્યાએ વહીવટી તંત્રના અધિકારીઓ (જેમ કે નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર) નિર્ણય લેશે. જૂનો કાયદો યથાવત રાખવાની માગ નવા ભાડા અધિનિયનને લઈને વકીલોની રોજગારી અને કેસની ન્યાયિક પ્રક્રિયા પર અસરને લઈને વકીલો વિરોધ કરી રહ્યા છે. વકીલો અને એસોસિએશન જૂનો કાયદો હતો તે જ યથાવત રાખવાની માગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે 135 વર્ષ જૂની લાઇબ્રેરી પર જવાબ માગ્યો:સરકારને પૂછ્યું- સેન્ટ્રલ વિસ્ટામાં 8.5 લાખ પુસ્તકો માટે કેટલી જગ્યા, શું 2 રૂમ મળશે
    Next Article
    રાજ્યના 10 હજારથી વધુ ક્લાસ-3 મહેસૂલી કર્મચારીઓની હડતાલ:માસ CL પર ઊતરીને આ 14 માંગણીઓ સાથે વિરોધ, 7મીથી અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment