Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટે 135 વર્ષ જૂની લાઇબ્રેરી પર જવાબ માગ્યો:સરકારને પૂછ્યું- સેન્ટ્રલ વિસ્ટામાં 8.5 લાખ પુસ્તકો માટે કેટલી જગ્યા, શું 2 રૂમ મળશે

    8 hours ago

    દિલ્હીની 135 વર્ષ જૂની સેન્ટ્રલ સેક્રેટેરિયેટ લાઇબ્રેરી (CSL) મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે નવા સેન્ટ્રલ વિસ્ટા પ્લાનમાં લાઇબ્રેરી માટે કેટલી જગ્યા ફાળવવામાં આવી છે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સંજીવ સચદેવાની બેન્ચે સોમવારે કેન્દ્રને જગ્યા માટેનો લેઆઉટ પ્લાન અને સંપૂર્ણ વિગતો સોગંદનામામાં રજૂ કરવા કહ્યું છે. કોર્ટે પૂછ્યું કે 1891થી ચાલી રહેલી લાઇબ્રેરી અને તેની 8.5 લાખ પુસ્તકો ઉપરાંત આર.કે. પુરમમાં રાખવામાં આવેલા 2 લાખ પુસ્તકો માટે શું માત્ર બે રૂમ જ આપવામાં આવી રહ્યા છે. કોર્ટે પૂછ્યું કે આર.કે. પુરમમાં રાખવામાં આવેલા પુસ્તકોનું શું થશે. સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ હરિપ્રિયા પદ્મનાભનને અમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા છે. આ મામલે કોર્ટે સુઓ મોટો કર્યો છે. શાસ્ત્રી ભવન હટાવવાની યોજનાથી વિવાદ શરૂ સેન્ટ્રલ વિસ્ટા યોજના હેઠળ શાસ્ત્રી ભવનને હટાવવાની યોજના છે. અહીં આવેલી 135 વર્ષ જૂની સેન્ટ્રલ સેક્રેટેરિયેટ લાઇબ્રેરીને અન્ય સ્થળે ખસેડવાની જરૂર છે. 29 સપ્ટેમ્બરના ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં લાઇબ્રેરીના 8.5 લાખ પુસ્તકો માટે નવી જગ્યા પૂરતી હશે કે નહીં તે અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલે જાતે નોટિસ કર્યો છે. કેન્દ્રે કહ્યું- લાઇબ્રેરી માટે જગ્યા નક્કી કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય (MoHUA)એ જણાવ્યું કે કર્તવ્ય પથ પુનર્વિકાસ યોજનામાં લાઇબ્રેરી માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. મંત્રાલયે X પર જણાવ્યું કે નવી લાઇબ્રેરીના નિર્માણની પ્રક્રિયા પણ ચાલી રહી છે. 1891માં શરૂ થઈ હતી સેન્ટ્રલ સેક્રેટેરિયેટ લાઇબ્રેરીની શરૂઆત 1891માં ઇમ્પિરિયલ સેક્રેટેરિયેટ લાઇબ્રેરી તરીકે થઈ હતી. 1911માં તેને કલકત્તાથી દિલ્હી લાવવામાં આવી. બાદમાં તે નોર્થ બ્લોક અને ત્યાર પછી શાસ્ત્રી ભવન પહોંચી. 1969થી તે શાસ્ત્રી ભવનમાં કાર્યરત છે. ચાર માળની આ લાઇબ્રેરી આશરે 5,500 ચોરસ મીટરમાં ફેલાયેલી છે અને તેનો ઉપયોગ સરકારી અધિકારીઓ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ કરે છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો ઇનકાર કર્યો:કોર્ટે કહ્યું- પછી ચૂંટણી કોણ કરાવશે, SIR સંબંધિત એકતરફી નિર્ણય લેવાનો આરોપ
    Next Article
    'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની હડતાળ:વકીલોએ રેન્ટ એક્ટ પાછો ખેંચો...ના નારા લગાવ્યા, અમદાવાદમાં બાર એસો.ના પ્રમુખની તબિયત લથડી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment