Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના શિરડી સાંઈબાબા મંદિરે નિઃશુલ્ક પિતૃતર્પણ કાર્યક્રમ:ભાદરવા સુદ નોમના દિવસે પિતૃઓના મોક્ષ અને આત્મશાંતિ માટે આયોજન

    1 day ago

    જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શિરડી સાંઈબાબા મંદિરે ગાયત્રી શક્તિપીઠની બહેનો દ્વારા ભાદરવા નોમના પવિત્ર દિવસે પિતૃઓના મોક્ષ તથા આત્મશાંતિ અર્થે વિશેષ પિતૃતર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. જેમાં આશરે ૩૫ જેટલા યજમાનોએ સહપરિવાર ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિથી પિતૃતર્પણ કર્યું હતું. પરિવારના દિવંગત સ્વજનોની આત્માને મોક્ષ અને શાંતિ પ્રાપ્ત થાય તેવી ભાવના સાથે શ્રદ્ધાળુઓએ ધાર્મિક વિધિમાં ભાવપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ધાર્મિક વાતાવરણમાં પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શિરડી સાંઈબાબા સેવા સંસ્થા દ્વારા ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિતપણે કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ૧૧ કુંડી ગાયત્રી યજ્ઞ, સત્યનારાયણ કથા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત દાંત અને આંખના નિઃશુલ્ક કેમ્પો પણ યોજવામાં આવે છે. સંસ્થા દ્વારા કરવામાં આવતી આ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓનો સ્થાનિક લોકો લાભ લઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની સરકારી ઈમારતો બનશે સોલાર વીજળીના મોટા કેન્દ્રો:6,014 સરકારી ઇમારત પર 95 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા, 15 હજાર વધુ ઇમારત પર સિસ્ટમ લગાવી 65 મેગાવોટ ઉમેરાશે
    Next Article
    Bhuvneshwar Kumar To Captain Indian Team In Unique Tournament, Krunal Pandya Also Picked

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment