Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની સરકારી ઈમારતો બનશે સોલાર વીજળીના મોટા કેન્દ્રો:6,014 સરકારી ઇમારત પર 95 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા, 15 હજાર વધુ ઇમારત પર સિસ્ટમ લગાવી 65 મેગાવોટ ઉમેરાશે

    1 day ago

    ગુજરાતમાં સરકારી ઇમારતો હવે માત્ર વહીવટી કામગીરીનું કેન્દ્ર નહીં, પરંતુ વીજળી ઉત્પાદનનું માધ્યમ પણ બની રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,014 સરકારી ઈમારત પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે. આ સિસ્ટમની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 95 મેગાવોટ સુધી પહોંચી છે. હવે ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં વધુ 15,000 સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાનું આયોજન છે, જેના પગલે આશરે 65 મેગાવોટ નવી સોલાર ક્ષમતા ઉમેરાશે. ક્લાઇમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વર્ષ 2011-12થી આ પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ સરકારી ઇમારતોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવાનો તેમજ પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડવાનો છે. એક વર્ષમાં 1,377 ઇમારતો પર સોલાર સિસ્ટમ ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2025-26 દરમિયાન 1,377 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. તેના પરિણામે 17.1 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો ઉમેરો થયો હતો. માર્ચ 2026 સુધીમાં રાજ્યમાં સોલાર રૂફટોપ ધરાવતી સરકારી ઇમારતોની સંખ્યા વધીને 6,014 થઈ છે અને તેની કુલ ક્ષમતા 95 મેગાવોટ થઈ છે. 15 હજાર ઇમારતો પર સોલાર, ₹314 કરોડની બજેટ જોગવાઈ ચાલુ વર્ષે સરકારી ઇમારતો પર સોલાર સ્થાપનનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. 15,000 ઇમારતોને સોલારથી જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે વર્ષ 2026-27માં કુલ ₹314 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. GEDAના નિયામક ધર્મેન્દ્ર પટેલ (IAS)ના જણાવ્યા મુજબ, યોજના હેઠળ સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ સ્થાપવા માટે આબોહવા પરિવર્તન વિભાગની વાર્ષિક બજેટ જોગવાઈમાંથી 100 ટકા મૂડી ખર્ચની સહાય આપવામાં આવે છે. વીજ બિલ ઘટશે, પ્રદૂષણમાં પણ ઘટાડો થશે ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના જણાવ્યા મુજબ, સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ લગાવવાથી પરંપરાગત વીજળીનો વપરાશ ઘટશે. પરિણામે સરકારી કચેરીઓના વીજ ખર્ચમાં ઘટાડો થશે અને પરંપરાગત વીજ ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. સોલાર-પવન સિસ્ટમ પર હવે ‘સ્માર્ટ’ નજર ગુજરાતે સરકારી ઇમારતો પર સ્થાપિત રિન્યુએબલ એનર્જી સિસ્ટમની દેખરેખ માટે આ વર્ષથી IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ પણ શરૂ કરી છે. તેમાં સ્માર્ટ મીટર, સેન્સર, GPRS, 4G અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા IoT ગેટવેનો ઉપયોગ થાય છે. સિસ્ટમ દર 15 મિનિટે ડેટા એકત્રિત કરે છે, એટલે એક દિવસમાં આશરે 96 રીડિંગ્સ મેળવી શકાય છે. સિસ્ટમમાં ઓટોમેટેડ રિમોટ એલર્ટની સુવિધા પણ છે. હાલમાં આ વ્યવસ્થા 142.5 મેગાવોટ સોલાર અને 68.3 મેગાવોટ પવન ઊર્જા સહિતની ક્ષમતાનું મોનિટરિંગ કરી રહી છે. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત દેશમાં પ્રથમ કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, ગુજરાત 47,178 મેગાવોટની સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે દેશમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે. છેલ્લા એક વર્ષમાં ક્ષમતામાં નોંધપાત્ર વધારો થતાં ગુજરાતે રાજસ્થાનને પાછળ છોડી આ ક્ષેત્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના 10 હજારથી વધુ ક્લાસ-3 મહેસૂલી કર્મચારીઓની હડતાલ:માસ CL પર ઊતરીને આ 14 માંગણીઓ સાથે વિરોધ, ઓફિસમાં ધક્કા થયા; 7મીથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી
    Next Article
    જામનગરના શિરડી સાંઈબાબા મંદિરે નિઃશુલ્ક પિતૃતર્પણ કાર્યક્રમ:ભાદરવા સુદ નોમના દિવસે પિતૃઓના મોક્ષ અને આત્મશાંતિ માટે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment