Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધવા સામાન્ય બની ગયું છે!:આમિર ખાનની પૂર્વ પત્નીનું મોડર્ન ડેટિંગ પર બોલ્ડ નિવેદન, કિરણ રાવે કહ્યું- 'સંબંધો હવે વધુ આઝાદ છે'

    22 hours ago

    ફિલ્મમેકર અને આમિર ખાનની પૂર્વ બીજી પત્ની કિરણ રાવે આજની પેઢીમાં રિલેશનશિપ અને લગ્નને લઈને બદલાયેલા વિચારો અંગે ખૂલીને વાત કરી છે. આ અંગે કિરણે કહ્યું છે કે, આજના સમયમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધવા અત્યંત સામાન્ય બાબત બની ગઈ છે. કિરણ રાવે એ પણ દાવો કર્યો કે, સંબંધોને લઈને હાલની યુવા પેઢીનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. યુવા પેઢી રિલેશનશિપને લઈને ઓપન છે. 'અત્યારના સંબંધોમાં આઝાદી હોય છે' વાસ્તવમાં પોતાની ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 3'ના પ્રમોશન દરમિયાન કિરણ રાવે સમાચાર એજન્સી IANS સાથેની વાતચીતમાં નવી પેઢી, રિલેશનશિપ અને લગ્ન વિશે વાત કરી. કિરણને પૂછવામાં આવ્યું હતું કે, 'તમારી વાર્તામાં યુવા પેઢીને બતાવવામાં આવી છે, જે પ્રેમ અને સંબંધોના મામલે બેદરકાર દેખાય છે. એક ડિરેક્ટરના દૃષ્ટિકોણથી અને એક સામાન્ય વ્યક્તિના દૃષ્ટિકોણથી જોતાં તમે આ સંબંધને કેવી રીતે જુઓ છો અને સંભાળો છો?' આના પર કિરણ રાવે કહ્યું કે, 'પહેલાના સમયમાં લોકો પાસે એક ચોક્કસ પ્રકારના સંબંધમાં રહેવાની અપેક્ષા રાખવામાં આવતી હતી, પરંતુ આજના યુગમાં એવું નથી. મને લાગે છે કે હવે સંબંધોમાં આઝાદી હોય છે. જો મારી પેઢી સાથે આજની પેઢીની સરખામણી કરવામાં આવે, તો આજની યુવા પેઢીમાં વધુ બેબાકી અને કોઈ પણ ખચકાટ વગર જીવવાની સ્વતંત્રતા છે. મારો અર્થ એ છે કે, દુનિયા હવે બદલાઈ ચૂકી છે અને પોતાની જાતને વ્યક્ત કરવાની રીતો પણ ખૂબ અલગ છે, તેથી અમે આ જ પાસાને તપાસવા માંગતા હતા.' 'અરેન્જ મેરેજ પછી જ ફિઝિકલ-ઇમોશનલ જોડાણની અપેક્ષા હતી' કિરણે પોતાની વાત આગળ વધારતા કહ્યું, 'બે એવા યુવાનો, જેઓ કોઈ બંધનમાં નથી અને એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે. એવામાં તેમના આગળના પગલાં શું હશે? જ્યારે તેઓ કેટલાક નિર્ણયો લે છે, તો તેના પછી જે અચાનક વસ્તુઓ થાય છે, મને લાગે છે કે તેમાં એક અલગ જ મજા છે, કારણ કે મારા સમયમાં અપેક્ષા એ રાખવામાં આવતી હતી કે તમે કોઈ વ્યક્તિ સાથે એક ચોક્કસ દાયરામાં જ સંબંધ રાખશો. ત્યાં સુધી કે કોઈની સાથે ફિઝિકલી કે ઇમોશનલી જોડાવાની અપેક્ષા પણ ત્યારે જ રાખવામાં આવતી હતી, જ્યારે તમારા તેના સાથે અરેન્જ મેરેજ થઈ જાય. પરંતુ આજના યુગમાં એવું બિલકુલ નથી.' ફિઝિકલ રિલેશન માટે લગ્ન જરૂરી નથી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, 'સંબંધો કઈ રીતે બદલાયા છે?' તો કિરણે કહ્યું કે, ‘આજના સમયમાં લોકો લગ્ન કર્યા વગર પણ એકબીજા સાથે ખૂબ જ ઊંડો, સાચો સંબંધ બનાવી લે છે. તેઓ એકબીજા સાથે ફિઝિકલી અને ઇમોશનલી ઇન્વોલ્વ થઈ જાય છે. આજની દુનિયા પહેલા કરતાં અલગ છે. અમે અમારી વાર્તા આ જ નવી દુનિયાને ધ્યાનમાં રાખીને બનાવી છે. અમે એક એવી વાર્તા બતાવવા માંગતા હતા, જે આજની નવી પેઢીના નવતર અભિગમ અને તેમની આઝાદીને યોગ્ય રીતે સામે લાવી શકે.’ આમિર ખાન અને કિરણ રાવની લવસ્ટોરી આમિર ખાન અને કિરણ રાવનો સંબંધ પ્રોફેશનલ કોલોબ્રેશન તરીકે શરૂ થયો હતો, જે મિત્રતા, પ્રેમ અને લગ્ન સુધી આગળ વધ્યો. બંનેની પહેલી મુલાકાત 2000માં ફિલ્મ ‘લગાન’ના સેટ પર થઈ હતી. તે સમયે, આમિર ફિલ્મનો લીડ એક્ટર અને પ્રોડક્શન મેનેજર હતો, જ્યારે કિરણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી હતી. જોકે, તે સમયે તેની વચ્ચે ખાસ સંબંધ નહોતો. તે નજીકના મિત્રો પણ નહોતા. આમિર કિરણને ફક્ત યુનિટના સભ્ય તરીકે જ જાણતો હતો. આમિર અને તેની પહેલી પત્ની રીનાના 2002માં છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ તેણે અને કિરણે વાત કરવાનું શરૂ કર્યું. તે સમયે તેના લગ્ન તૂટવાથી આમિર ખૂબ જ દુ:ખી હતો. એકવાર, કિરણે તેને ફોન કર્યો અને લગભગ અડધા કલાક સુધી વાત કરી. જ્યારે ફોન બંધ થયો, ત્યારે આમિરને ખ્યાલ આવ્યો કે, તે ખૂબ જ ખુશ છે. કિરણ સાથે વાત કર્યા પછી તેને શાંતિનો અનુભવ થયો. ત્યાંથી, તેમના સંબંધોએ ગંભીર વળાંક લીધો. વાત કર્યા પછી, તેઓ ધીમે ધીમે ડેટિંગ કરવા લાગ્યા અને લગ્ન કરતા પહેલાં લગભગ દોઢ વર્ષ સુધી સાથે રહ્યા. આમિર અને કિરણે 2005માં મુંબઈમાં સિવિલ મેરેજ કર્યા હતા. કિરણને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી, તેથી તેણે સરોગસીનો વિકલ્પ પસંદ કર્યો. આનાથી તેના દીકરા આઝાદનો જન્મ થયો. કિરણ ઘણીવાર આમિર ખાનની મોટી ખ્યાતિનું દબાણ અનુભવતી હતી, પરંતુ તેણે એ હકીકતમાં સાંત્વના મળી કે આમિરે તેને હંમેશા પોતાની રીતે જીવવા દીધી. તેણે કહ્યું, 'આમિર ક્યારેય ઇચ્છતો ન હતો કે હું ચોક્કસ રીતે જીવું. તે હંમેશા ખુશ રહેતો કે હું મારી રીતે જીવું અને તે તેનો સૌથી મોટો ગુણ હતો.' જોકે, 2021માં, 15 વર્ષ સાથે રહ્યા પછી, આ દંપતીએ પરસ્પર અલગ થવાનો નિર્ણય લીધો. એક સંયુક્ત નિવેદનમાં, તેમણે જણાવ્યું હતું કે તેઓ એક દંપતી તરીકે અલગ થઈ રહ્યા છે, પરંતુ પરિવાર અને સાથીદારો તરીકે જોડાયેલા રહેશે. સાથે મળીને, તે તેના પુત્ર આઝાદનો ઉછેર કરી રહ્યા છે. 13 વર્ષ પછી ડિરેક્ટર તરીકે કમબેક કિરણ રાવ 13 વર્ષના વિરામ પછી 2023માં ડિરેક્શનમાં પાછા ફર્યાં. ડિરેક્ટર તરીકેની તેની બીજી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ છે. આ ફિલ્મ મહિલાઓની ઓળખ, પિતૃસત્તા, સામાજિક વ્યવસ્થા અને આત્મસન્માન પર કેન્દ્રિત છે. તેને વ્યાપક પ્રશંસા મળી અને 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મ જીતીને રેકોર્ડ બનાવ્યો. કિરણ રાવને બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ પણ મળ્યો.
    Click here to Read More
    Previous Article
    Man Behind Delhi Metro Announcements Takes Grandson On First Ride: "Amazed To Hear Dadu's Voice"
    Next Article
    મોટપ-દેલોલી રોડ પર 16 વર્ષીય કિશોરીને કન્ટેનરે અડફેટે લીધી:પેટના આંતરડા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા, મહેસાણા બાદ અમદાવાદ સિવિલમાં રિફર કરાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment