Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ દેવવ્રતજીએ મુંદરામાં પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી:હોમસ્ટેનું લોકાર્પણ કરી મલ્ટી લેયર શાકભાજી મોડેલ નિહાળ્યું, ઇકો એગ્રો ટુરીઝમને વેગ આપવા પર ભાર

    16 hours ago

    કચ્છની ધરતી પર પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને નવી દિશા આપતા પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુંદરા તાલુકાના ભોરારા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રગતિશીલ ખેડૂત જીવરાજભાઈ ગઢવીના ‘જય માતાજી પ્રાકૃતિક ફાર્મ’ની મુલાકાત લઈ ખેતીની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલે જાતે ગાય દોહીને ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અંગે સંવાદ કર્યો હતો. ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનને જોડીને ખેડૂતો પોતાની આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકે છે. પશુઓના સંવર્ધન અને પશુપાલન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનક્ષમતા વધારી ખેતીને વધુ આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય છે. તેમણે ખેડૂતોને પરંપરાગત જ્ઞાન સાથે નવી ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલે ફાર્મ ખાતે શાકભાજીના હાર્વેસ્ટિંગમાં પણ ભાગ લીધો હતો. અહીં વિકસાવવામાં આવેલા મલ્ટી લેયર શાકભાજી મોડેલની કામગીરી નિહાળી તેમણે તેને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. ઓછા સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવવાના આવા પ્રયોગો પ્રાકૃતિક ખેતીને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કચ્છમાં ખેતી આધારિત પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યપાલએ પ્રાકૃતિક ફાર્મ ખાતે તૈયાર કરવામાં આવેલા હોમસ્ટેનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છની પ્રાકૃતિક ખેતી, ગ્રામ્ય જીવનશૈલી અને સ્થાનિક સંસ્કૃતિ સાથે પ્રવાસીઓને જોડવામાં આવા ઇકો એગ્રો ટુરીઝમ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની શકે છે. રાજ્યપાલે ખેડૂત જીવરાજભાઈ ગઢવી સાથે સંવાદ કરી તેમની પ્રાકૃતિક ખેતી પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. એક સમયે રાસાયણિક ખેતીના કારણે જમીનની ગુણવત્તા ઘટી ગઈ હતી, પરંતુ સતત પ્રયાસોથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 2.85થી વધુ પહોંચ્યું હોવાનું જાણવા મળતા તેમણે ખેડૂતને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    Sterlite Technologies Gets 'Buy' As Nirmal Bang Initiates Coverage, Sees Up To 40% Upside; Check Target Price
    Next Article
    ‘અમને દીકરી સમજીને તપાસ કરજો’:અનામી પત્રના આધારે સુરેન્દ્રનગરની કલબ 71માં દરોડો, યુવતીઓના 1300 વાંધાજનક ફોટા-વીડિયો મળ્યા, જીમમાલિકના 3 દિવસના રિમાન્ડ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment