Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘અમને દીકરી સમજીને તપાસ કરજો’:અનામી પત્રના આધારે સુરેન્દ્રનગરની કલબ 71માં દરોડો, યુવતીઓના 1300 વાંધાજનક ફોટા-વીડિયો મળ્યા, જીમમાલિકના 3 દિવસના રિમાન્ડ મંજૂર

    18 hours ago

    સુરેન્દ્રનગર શહેરના ચર્ચિત 'કલબ 71 જીમ'માં મોડી રાત્રે પોલીસે પાડેલી સરપ્રાઈઝ રેડ બાદ ચોંકાવનારો બ્લેકમેઇલિંગ કાંડ પ્રકાશમાં આવ્યો છે. જીમ માલિક આમીન યાસીન મુલતાની સામે જીમની જ ભૂતપૂર્વ રિસેપ્શનિસ્ટ યુવતીએ માનસિક ત્રાસ, પ્રેમસંબંધ બાંધવા દબાણ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. શનિવારે મોડી સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ‘અમને દીકરી સમજીને તપાસ કરજો’ – અનામી પત્રથી તાબડતોબ રેડ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને એક અનામી પત્ર મળ્યો હતો, જેમાં “અમને દીકરી સમજીને તપાસ કરજો” તેવી કરુણ વિનંતી કરવામાં આવી હતી. પત્ર મળ્યાના 15 કલાકમાં જ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના ASP વેદિકા બિહાની અને તેમની ટીમે વેશપલટો કરીને જીમમાં દરોડો પાડ્યો હતો. આ કામગીરી અંગે માહિતી આપતા ASP વેદિકા બિહાનીએ જણાવ્યું કે, હું તથા PSI જે.એમ.પટેલ, વિજયસિંહ, વિજયભાઇ અને રવિભાઈ ભરવાડ ગ્રાહક બનીને જીમના ટ્રેક અને ટી-શર્ટ પહેરીને અંદર પહોંચ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને આરોપીના મોબાઈલ અને પેનડ્રાઈવમાંથી 1300 યુવતી અને મહિલાઓના વાંધાજનક, ન્યૂડ ફોટોગ્રાફ્સ તેમજ વીડિયો મળી આવ્યા છે. જીમ પર રાત્રિ દરમિયાન દરોડો પાડ્યો તે સમયની તસવીરો IT અને વકીલાતનો ભણેલો શાતિર આરોપી બીજાના ફોન વાપરતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી આમીન મુલતાનીએ BSc IT અને વકીલાતનો અભ્યાસ કરેલો છે. કાયદા અને ટેકનોલોજીનો જાણકાર હોવાના લીધે તે અત્યંત શાતિર રીતે બ્લેકમેઇલિંગનું જાળું ચલાવતો હતો અને બ્લેકમેઇલ કરવા માટે અન્ય લોકોના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત જીમમાંથી મળી આવેલા 17 ચેક, નોટરી કરાર અને આધારકાર્ડ પરથી સામે આવ્યું છે કે તે ગેરકાયદેસર વ્યાજવટાવનો વ્યવસાય પણ કરતો હતો. અગાઉ તેની પાસે નાણા ધીરધારનું લાયસન્સ હતું કે કેમ અને ચોપડામાં લખેલા નામો સાથે તેણે કોઈ ગુનો આચર્યો છે કે કેમ, તે દિશામાં તપાસ અધિકારી PSI એચ.એસ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ભોગ બનનાર મહિલાઓને આગળ આવવા જિલ્લા પોલીસ વડાની ભાવુક અપીલ આ અંગે સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ મહિલાઓની સુરક્ષાની ખાતરી આપતા જણાવ્યું હતું કે, અમે એક અનામી લેટરથી આ કાર્યવાહી કરી છે અને તમામ ડીઝીટલ પુરાવાઓ એકઠા થઈ ગયા છે. જીમ સંચાલક આમીન મુલતાનીના સંપર્કમાં મહિલા ભલે રાજીખુશીથી, દબાણથી કે લાલચથી આવી હોય, પરંતુ તેની જાણ બહાર ફોટા કે વીડિયો ઉતારવા તે કાયદાકીય રીતે મોટો ગુનો બને છે. તમામ પુરાવાઓ હાલ પોલીસના કબજામાં સુરક્ષિત છે. પીડિત મહિલાઓએ કોઈથી ડરવાની જરૂર નથી. હિંમત કરીને આગળ આવો, પોલીસ તમારો સંપર્ક કરશે અને તમારી ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. 3 દિવસના રિમાન્ડ મંજૂર: ચોપડામાં નોંધાયેલા લોકોની થશે પૂછપરછ તપાસ અધિકારી PSI એચ.એસ. જાડેજાએ જણાવ્યા અનુસાર, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જીમમાંથી મળી આવેલા ચોપડાઓમાં જે-જે વ્યક્તિઓના નામો લખેલા છે, તે તમામ લોકોને પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. આ લોકો સાથે પણ આરોપીએ કોઈ બ્લેકમેલિંગ કે કાયદા વિરોધી કૃત્ય આચર્યું છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલ દેવવ્રતજીએ મુંદરામાં પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી:હોમસ્ટેનું લોકાર્પણ કરી મલ્ટી લેયર શાકભાજી મોડેલ નિહાળ્યું, ઇકો એગ્રો ટુરીઝમને વેગ આપવા પર ભાર
    Next Article
    "Want To Become World Champion": R Praggnanandhaa Battles Fever To Launch Championship Bid

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment