Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનો પરત ફરતાં બ્રિજ પર:રામોસણા ચોકડી પાસે હાઈટ લિમિટ ગેટ નહીં લાગતાં ભારે વાહનો બ્રિજમાં ઘૂસે છે

    1 day ago

    મહેસાણામાં રામોસણા ચોકડી તરફથી આંબેડકર બ્રિજ પર ભારે વાહનો પ્રવેશ ન કરે તે માટે લગાવાયેલું હાઈટ લિમિટ ગેટ તૂટી ગયા બાદ બે સપ્તાહથી ફરી લગાવવામાં આવ્યું નથી. પરિણામે ઊંચાઈવાળા ભારે વાહનો બ્રિજ પર પ્રવેશી રહ્યા છે અને આગળ સોમનાથ ચોકડી-આંબેડકર ચોકડી તરફ હાઈટ લિમિટ ગેટ આવતા પરત ફરવાની ફરજ પડી રહી છે. આ દરમિયાન બ્રિજ પર વાહનોની અવરજવર અટવાતા ટ્રાફિકજામનું જોખમ ઊભું થયું છે. રામોસણા ચોકડી તરફથી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત હોવા છતાં ગેટ ન હોવાથી વાહનચાલકો સીધા બ્રિજ પર પહોંચી જાય છે. આગળ હાઈટ લિમિટ ગેટ હોવાથી ત્યાંથી પરત વળતી વખતે અન્ય વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને ટ્રાફિક વધે ત્યારે આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં વાહનવ્યવહાર વધવાનો હોવાથી અકસ્માત કે ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય તે માટે તૂટેલા ગેટને તાત્કાલિક ફરી લગાવી ભારે વાહનોનો પ્રવેશ રોકવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવનિયુક્ત પ્રમુખ પૂર્વ IAS મહેન્દ્રભાઈ એસ. પટેલ સાથે ખાસ વાતચીત‎:નવી પેઢી માટે શિક્ષણ-કારકિર્દી પર ફોકસ,વૈશ્વિક હરીફાઇ માટે તૈયાર કરીશું
    Next Article
    18-19 વર્ષના યુવા મતદારો સહિત નોંધણીથી બાકી નાગરિકો માટે તક‎:જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ, 4 રવિવારે BLO બૂથે હાજર રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment