Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શૈલેષભાઈ ધોપલ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી બન્યા:સુરેન્દ્રનગરમાં રાવળદેવ જોગી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરાયું

    8 hours ago

    ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી તરીકે શૈલેષભાઈ ધોપલની નિમણૂક થતા સુરેન્દ્રનગરના રાવળદેવ જોગી સમાજમાં ખુશી જોવા મળી હતી. આ નિમણૂકને આવકારતા રાવળદેવ જોગી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શૈલેષભાઈ ધોપલના સન્માનમાં એક સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોએ શૈલેષભાઈ ધોપલનું સન્માન કરી તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. સમાજના ભાઈઓ-બહેનોએ આ નિમણૂક બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે શૈલેષભાઈ સંગઠન અને સમાજના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવશે. સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે આ સન્માન સમગ્ર રાવળદેવ જોગી સમાજ માટે ગૌરવની ક્ષણ છે. આ નવી જવાબદારીથી સમાજ અને સંગઠન વચ્ચે વધુ મજબૂત સંબંધ બનશે તેવી આશા છે.
    Click here to Read More
    Previous Article
    પેથાપુરમાં 535 વર્ષ જૂના જૈન દેરાસરની પગપાળા યાત્રા:મુનિ સદ્દભાવ સાગરજી મહારાજની હાજરીમાં ભક્તોએ અભિષેક અને પ્રવચનનો લાભ લીધો
    Next Article
    સોમનાથ-રાજકોટ હાઇવે પર ટ્રાવેલ્સ બસમાં આગ:પ્રાચી તીર્થમાં હવન કરી પરત ફરી રહેલા કેશોદના પરિવારના 25 લોકોનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment