Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીર ઉસ્માનમિયાં' નામ ધારણ કરી યુવતીને ફસાવનાર સુનિલ જેલ હવાલે:યુવતીને બે વાર ગર્ભ રહી જતા જમીન દલાલે જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો, ત્રીજી વાર ગર્ભ રહી જતા મારપીટ કરી, અલગ-અલગ હોટેલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું

    2 days ago

    વડોદરામાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા સુનિલ મહીડા નામના યુવકે સમીર ઉસ્માનમિયાં નામનું ખોટું આધારકાર્ડ બનાવી યુવતીને ફસાવી હોવાનો મામલો સામે આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, બે વાર ગર્ભ રહી જતા જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો. હાલ પણ પીડિતાને 3 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં આરોપી સુનિલ મહિડાના 2 દિવસના રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. SC-ST સેલના ACP ચંદ્રરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, યુવકે પ્રેમ પ્રકરણનું નાટક રચી, લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર 5થી 6 અલગ-અલગ હોટલોમાં તેમજ એક ભાડાના મકાનમાં આશરે 3 મહિના રાખી તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત, લગ્ન કરવાનો ઇનકાર કરી ફરિયાદી તથા તેમના માતા-પિતાને જાનથી મારી નાખવાની અને જીવન ખરાબ કરવાની ધમકીઓ આપવાનો પણ આક્ષેપ કરાયો છે. પીડિતા અગાઉ બે વખત ગર્ભવતી બન્યા હતા, પરંતુ આરોપીએ તેમની મરજી વિરુદ્ધ દબાવ તેમજ દવાઓ આપીને બંને વખત ગર્ભપાત કરાવી દીધું હતું. ત્રીજી વખત ગર્ભવતી બનતા તકરાર થઈ હતી અને પીડિતા સાથે મારપીટ કરવામાં આવી હતી. હાલમાં પીડિતા ગર્ભવતી છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ અને કાયદેસરનું નિવેદન લેવામાં આવ્યું છે. આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતાં માલૂમ પડ્યું છે કે, અગાઉ વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ખંડણી માંગવાનો ગુનો નોંધાયો હતો, જેમાં તેની અટકાયત કરી જેલભેગો કરવામાં આવ્યો હતો. હાલ બોગસ દસ્તાવેજો, ગર્ભપાત અને દુષ્કર્મના આક્ષેપો સહિત તમામ દિશાઓમાં આગળની વધુ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    જિગ્નેશ મેવાણીના પરિવાર સામે અભદ્ર ટિપ્પણીનો મામલો ગરમાયો:કોંગ્રેસના પ્રહારથી ગાંધીનગર પોલીસ સ્ટેશને રાજકારણ ગરમાયું, પોલીસ કાફલો ખડકી દેવાયો
    Next Article
    સુરેન્દ્રનગરના તુરખીયા પરિવારે રમણીકલાલનું દેહદાન કર્યુ:C.U. શાહ મેડિકલ કોલેજમાં ભાવિ ડોક્ટરોના અભ્યાસ માટે મહાદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment