Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિગ્નેશ મેવાણીના પરિવાર સામે અભદ્ર ટિપ્પણીનો મામલો ગરમાયો:કોંગ્રેસના પ્રહારથી ગાંધીનગર પોલીસ સ્ટેશને રાજકારણ ગરમાયું, પોલીસ કાફલો ખડકી દેવાયો

    2 days ago

    ગાંધીનગર ખાતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના માતા અને બહેન વિશે ભાજપના બનાસકાંઠા પ્રભારી ધવલ દવે દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ સામે રાજકીય વિવાદ વકર્યો છે.આ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સેક્ટર-21 પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.જ્યાં પોલીસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ભાજપના નેતા સામે પોલીસ આંખ આડા કાન કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ સોશિયલ મીડિયા પર જાતિવાદી વાતાવરણ ઊભું કરતી પોસ્ટો અને મહિલાઓ સામે અભદ્ર ટિપ્પણી કરનારા ભાજપના નેતાઓ સામે પોલીસ આંખ આડા કાન કરી રહી હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે.પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં જાણી જોઈને કોમી વૈમનસ્ય અને નફરત ફેલાવવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એક જનપ્રતિનિધિના પરિવારની મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર ભાજપના નેતા સામે ગુનો નોંધવાને બદલે પોલીસે વિપક્ષી નેતાઓને જ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ નેતાઓને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ ન અપાતા ઉગ્ર બોલાચાલી કોંગ્રેસના આગેવાનોને પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશવા દેવામાં ન આવતા કાર્યકરો સ્ટેશનની બહાર જ ધરણા પર બેસી ગયા છે. આક્રોશ વ્યક્ત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ પોલીસ સ્ટેશન સામાન્ય જનતાના ટેક્સના પૈસાથી બનેલું છે, પરંતુ જ્યારે સત્તાધારી પક્ષના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની હોય ત્યારે પોલીસ સ્ટેશન સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવે છે.તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે ભાજપના તાનાશાહી વલણ સામે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લડત આપશે અને અન્યાય સામે ચૂપ નહીં બેસે. કમલમમાંથી અપાયેલી સૂચના મુજબ પોસ્ટ લખવામાં આવી- મેવાણી જ્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આજે સેક્ટર 21 પોલીસ સ્ટેશન આગળ આવ્યા છીએ .હાલમાં જ ઋત્વિજભાઈ મકવાણાએ મારા ઉપર એક વાત કરી નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે કોઈએ કોમેન્ટ કરી તો તરત FIR થઈ ગઈ, તો મોદી સાહેબની માં અને મારી બેનની વચ્ચે કોઈ અંતર છે?જાહેરમાં મારી બેન વિશે કોઈ અશ્લીલ, અભદ્ર, ગંદી ગાળો ભાજપનો નેતા લખે, ધવલ દવે નામનો માણસ લખે અને ગૃહ વિભાગ અને કમલમમાં બેસીને સૂચનાઓ અપાય કે, જીગ્નેશ મેવાણીની મા-બેન વિશે જે અભદ્ર, અશ્લીલ ગાળો જે સોશિયલ મીડિયાની, ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં લખવામાં આવી, એને દબાઈને આખા ગુજરાતમાં વાયરલ કરો એવી સૂચના આપવામાં આવે એનો મતલબ એમ છે કે કમલમમાંથી ભાજપની સરકારે એક ષડયંત્ર હાથ ધર્યું છે. મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું, ગુજરાતના 50 લાખ દલિતોની મા-બેન દીકરીઓને બદનામ કરવાનું, મારા વિધાનસભા ક્ષેત્ર વડગામની અંદર દલિત અને મુસ્લિમ, હિન્દુ અને મુસલમાન આમને-સામને આવી જાય એ પ્રમાણેનું વૈમનસ્ય ઊભું કરવાની એક સાજીશના ભાગરૂપે આ પ્રમાણેની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી, જેની વિરુદ્ધમાં આજે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું અમારું આગેવાનોનું મંડળ સેક્ટર 21 ના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા આવ્યું તો ગુનો દાખલ કરી ધરપકડ કરવાની કે અરજી લેવાની વાત તો છોડો, પોલીસ સ્ટેશનની અંદર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પગ મૂકવાની છૂટ નથી.આ ગાંધીનગરની અંદર ચરસ, ગાંજો, દારૂ ડ્રગ્સને છૂટ છે, પણ મને મા-બેન ઉપર ગાળ બોલી હોય તો મને ફરિયાદ કરવાની છૂટ નથી.
    Click here to Read More
    Previous Article
    સુરત લાઈવ કોન્સર્ટમાં સિંગર સુનિધિ ચૌહાણ-ડાન્સરોના કપડાં મુદ્દે મોટો વિવાદ:બજરંગ દળે કહ્યું-પરિવાર સામે સંસ્કૃતિનું હનન ન ચલાવી લેવાય; આયોજક બોલ્યા-પાસ ન મળતાં ડ્રામા ઊભો કર્યો
    Next Article
    સમીર ઉસ્માનમિયાં' નામ ધારણ કરી યુવતીને ફસાવનાર સુનિલ જેલ હવાલે:યુવતીને બે વાર ગર્ભ રહી જતા જમીન દલાલે જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો, ત્રીજી વાર ગર્ભ રહી જતા મારપીટ કરી, અલગ-અલગ હોટેલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment