Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયાડના ક્લોઝિંગ સેરેમનીમાં નીરુ ઢાંડાએ તિરંગો લહેરાવ્યો:સાઉદી અરેબિયાના ઘોડેસવારે છેલ્લો ગોલ્ડ જીત્યો, જુઓ ફાઇનલ મેડલ ટેલી

    1 day ago

    એશિયન ગેમ્સ 2026નું સમાપન થઈ ગયું છે. રવિવારે જાપાનના નાગોયા શહેર સ્થિત મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. તેમાં ભારતીય શૂટર નીરુ ઢાંડા ભારતની ધ્વજવાહક હતી અને તેણે તિરંગો લહેરાવ્યો. આ પહેલાં સાઉદી અરેબિયાના ઘોડેસવાર હમદ અલદુહામીએ ગેમ્સનો છેલ્લો ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે આગામી એશિયન ગેમ્સ 2030માં કતારની રાજધાની દોહામાં રમાશે. ક્લોઝિંગ સેરેમનીના 3 ફોટોઝ એશિયન ગેમ્સ 2026ની ફાઇનલ મેડલ ટેલી સાઉદી અરેબિયાના ઘોડેસવારે જીત્યો છેલ્લો ગોલ્ડ એશિયન ગેમ્સ 2026નો છેલ્લો ગોલ્ડ મેડલ સાઉદી અરેબિયાના ઘોડેસવાર હમદ અલદુહામીએ જીત્યો. તે ઘોડેસવારીની શો જમ્પિંગ ઇવેન્ટમાં ચેમ્પિયન બન્યો. તેના જ દેશના અબ્દુલરહમાન બદ્ર એમ અલરાજહીને સિલ્વર અને કતારના મોહમ્મદ બાસેમને બ્રોન્ઝ મળ્યો. થાઈલેન્ડના એથ્લેટ અને ચીનની તરવૈયાને MVP એવોર્ડ થાઈલેન્ડના એથ્લેટ બૂનસોન પુરિપોલ અને ચીનની 13 વર્ષની તરવૈયા યુ જિદીને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ આપવામાં આવ્યો. બૂનસોને પુરુષોની 100 મીટર રેસની સેમિફાઇનલમાં 9.91 સેકન્ડનો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. ફાઇનલમાં તેણે 9.90 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ 200 મીટરની સેમિફાઇનલમાં 20.10 સેકન્ડનો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. ફાઇનલમાં 19.88 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. તેનો સમય એશિયન રેકોર્ડની બરાબરીનો રહ્યો. યુ જિદીએ મહિલાઓની 200 મીટર બટરફ્લાયમાં 2:05.08ના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. 200 મીટર વ્યક્તિગત મેડલેમાં 2:06.10નો એશિયન રેકોર્ડ બનાવ્યો. તેણે 400 મીટર વ્યક્તિગત મેડલેમાં 4:28.56ના ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. યુ જિદીએ 13 વર્ષની ઉંમરે ત્રણેય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા. તે એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી નાની વયની MVP બની.
    Click here to Read More
    Previous Article
    Digger Box Office Collection Day 2: Tom Cruise Film Struggles To Pick Up Pace In India
    Next Article
    એલિસબ્રિજ પર આપઘાતનો હાઈવોલ્ટેજ ડ્રામા:કેપ્ટન સ્મિત માટે સુરતમાં હનુમાન ચાલીસાના જાપ, બાળકીને દડો અડતા બાળકને બેરેહમીથી ફટકાર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment