Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પંચ સામે કોંગ્રેસનું આરપારનું આંદોલન:ગુજરાતમાં 'લોકશાહી બચાવો સપ્તાહ'ની જાહેરાત, જૂનાગઢમાં યોજાશે 'મત બચાવો-દેશ બચાવો' કૂચ

    1 day ago

    ભારતીય ચૂંટણી પંચના કથિત સંસ્થાકીય દુરુપયોગ અને પક્ષપાતી વલણના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. 2 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યવ્યાપી "લોકશાહી બચાવો સપ્તાહ" ની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હોદ્દા પરથી હટાવવા, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવા અને ધરપકડ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં "મત બચાવો - દેશ બચાવો" કૂચ યોજવામાં આવશે. આ સંદર્ભે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી આંદોલનની વિસ્તૃત રૂપરેખા આપી હતી. 13 કરોડ મતદારોના નામ રદ થયાનો આક્ષેપ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, આજના સમયમાં દેશ સમક્ષ સૌથી મોટો પડકાર લોકશાહીના રક્ષણનો છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ઇન્ડિયન એલાયન્સ દ્વારા દેશભરમાં કથિત 'વોટ ચોરી' સામે એક મોટું આંદોલન છેડવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશભરમાંથી 13 કરોડથી વધુ મતદારોના નામ ગેરકાયદે રીતે યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો આરોપ લગાવીને તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરના તત્કાલિક રાજીનામાની માંગ કરી હતી અને આ લડતને છેવાડાના ગામડાઓ સુધી લઈ જવાની જાહેરાત કરી હતી. યુવાનો અને ‘Gen Z’ માટે "છાત્રો કી ગુંજ" મુહિમ અમિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોના પ્રશ્નો અને ખાસ કરીને 'જેન ઝી' (Gen Z) પેઢીની સમસ્યાઓને વાચા આપવા માટે રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે ગુજરાતમાં "છાત્રો કી ગુંજ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં યુવા વર્ગ મોટી સંખ્યામાં જોડાય તે માટે તાલુકા સ્તરેથી 200 વિદ્યાર્થીઓને સામેલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી 4 થી 5 દિવસમાં ઇન્ડિયન એલાયન્સના તમામ સાથી પક્ષોને સાથે રાખીને જિલ્લા મથકે લોકશાહી બચાવો અને વોટ ચોરી વિરુદ્ધ એક વિશાળ સંયુક્ત કૂચ યોજાશે. તાલુકા અને બૂથ સ્તરે સંગઠનને સક્રિય કરવાની રણનીતિ આંદોલનને સફળ બનાવવા માટે તા. 3થી 7 ઓક્ટોબર દરમિયાન તમામ તાલુકા અને શહેર કારોબારીની બેઠકો બોલાવવામાં આવી છે. આ બેઠકોમાં એ.આઈ.સી.સી. (AICC) ના કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ, મંડળ, સેક્ટર અને તાલુકાના હોદ્દેદારોના ગુગલ ફોર્મ ભરાવવા, ગ્રામ સમિતિઓ અને બૂથ લેવલ એજન્ટ્સ (BLA) ની તાત્કાલિક નિમણૂક કરવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત, દર મહિને સ્થાનિક પ્રજાલક્ષી મુદ્દાઓ પર આંદોલન કરવાની રૂપરેખા તૈયાર કરવા તેમજ જિલ્લા કક્ષાના વિરોધ પ્રદર્શન માટે દરેક ગામમાંથી ઓછામાં ઓછા 5 આગેવાનોની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળના CM બોલ્યા-લવ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદો લાવીશું:આગામી 6 મહિનામાં ઉત્તરાખંડ-ગુજરાતની જેમ UCC લાગુ થશે
    Next Article
    બોટાદમાં વરસાદ વગર રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું:ગોઠણસમા પાણીથી વાહનચાલકો પરેશાન, કાયમી ઉકેલની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment