Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં:સિક્યુરિટી અને દર્દીના સગા વચ્ચે બોલાચાલી થયાનો વિડીયો વાયરલ, સિક્યુરિટી કર્મચારીએ પાસ ફાડયાનો આરોપ લાગતા અધિક્ષકે તપાસના આદેશો આપ્યા

    1 day ago

    રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં રહેતી હોય છે. ત્યારે આજે ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં સિક્યુરિટી કર્મચારીઓ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર ઘર્ષણ અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હોવાની ઘટના સામે આવી છે. દર્દીના પરિજનો દ્વારા સિક્યુરિટી સ્ટાફ સામે મુલાકાતી પાસ ફાડી નાખવાનો સીધો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિવિલ અધિક્ષક ડો. કમલ ડોડીયા દ્વારા તપાસનાં આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે આ અંગે જવાબદારો સામે ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું. પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા રાજેશ પઢિયાર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પોતાના પુત્રને મળવા માટે આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, કાલે રાત્રે તેઓના પુત્રનો અકસ્માત થયો હતો. આથી પરિવારના સભ્યો તેને મળવા અને સંભાળ લેવા માટે આવ્યા હતા. એક પાસ ઉપર પરિવારના 3 સભ્યો હોસ્પિટલની અંદર જવા માંગતા હતા, પરંતુ સિક્યુરિટી સ્ટાફે તેને અટકાવતા તેમની સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફે મુલાકાત માટેનો પાસ ફાડી નાખ્યો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે, માધ્યમો દ્વારા આ વિડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. આ અંગે તાત્કાલિક અસરથી સિક્યુરિટી ઇન્ચાર્જ પાસેથી ખુલાસો માગવામાં આવશે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ મુદ્દે હોસ્પિટલ કેમ્પસમાં લગાવાયેલા સીસીટીવીનાં ફૂટેજની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈપણ સિક્યુરિટી કર્મચારીની ગેરવર્તણૂક સામે આવશે તો તેમની સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ કે તેમના પરિજનો સાથે કોઈપણ પ્રકારની બેદરકારી, અસભ્ય વર્તન કે દાદાગીરી ચલાવવામાં આવશે નહીં. જો કોઈ કર્મચારી દ્વારા દર્દીઓ કે તેના સગા સાથે અસભ્ય વર્તન કરાયું હશે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    પૂરઝડપે દોડતી કાર પર લટકીને PIએ લૂંટારુઓને દબોચ્યા:નડિયાદ રેલવે સ્ટેશન પર રૂ. 3.70 કરોડના સોનાના દાગીના લૂંટ, વિરમગામ નજીક પોલીસનું દિલધડક ઓપરેશન
    Next Article
    બ્રેન ટ્યુમરના ઓપરેશન પછી જિલ્લા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણનું અવસાન:અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ લીધા અંતિમ શ્વાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment