Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરઝડપે દોડતી કાર પર લટકીને PIએ લૂંટારુઓને દબોચ્યા:નડિયાદ રેલવે સ્ટેશન પર રૂ. 3.70 કરોડના સોનાના દાગીના લૂંટ, વિરમગામ નજીક પોલીસનું દિલધડક ઓપરેશન

    1 day ago

    નડિયાદ રેલવે સ્ટેશન પર બુલિયન કંપનીના કર્મચારી પાસેથી થયેલી રૂ. 3.70 કરોડના દાગીનાની લૂંટનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. નડિયાદમાં લૂંટને અંજામ આપી ફરાર થયેલા લૂંટારુ વિરમગામ નજીકથી પસાર થવાના હોય વિરમગામ પોલીસે દિલધડક ઓપરેશન હાથ ધરી ચારેયને દબોચી લીધા. પૂરઝડપે દોડી રહેલી લૂંટારુની ચાલુ કાર પર PI ગઢવી લટકી ગયા. આરોપીઓના કબજામાં લૂંટમાં ગયેલા 2 કિલો 700 ગ્રામ સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા છે. નડિયાદમાં બુલિયન કંપનીના કર્મચારીને આંતરી લૂંટ કરવામાં આવી કોલકાતાની ગ્રો મોર નામની બુલિયન કંપનીના કર્મચારી ભરતભાઈ ચૌધરી હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં 2.70 કિલો સોનાના દાગીના ભરેલી બેગ લઈને આવી રહ્યા હતા.નડિયાદથીબસ મારફતે ભરતભાઈ મણિનગર અમદાવાદ આવવાના હતા.રેલવે ફૂટ ઓવર બ્રિજ પર ભરતભાઈ પહોચતા ચાર શખ્સોએ આવીને તેમને ધક્કો મારીને દાગીના ભરેલો થેલો ઝૂંટવી ત્યાંથી નાસી ગયા.ભરતભાઈ પણ આરોપીની પાછળ દોડીને ગયા હતા.આ દરમિયાન આરોપીઓ રેલવે સ્ટેશનથી એક ટિયાગો ગાડીમાં બેસીને ત્યાંથી નાસી ગયા હતા જે ગાડીનો ફોટો ભરતભાઈએ પાડી લીધો હતો. નડિયાદથી બનાસકાંઠા સુધીની પોલીસને એલર્ટ કરવામાં આવી બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં એક આરોપી સાવન ચૌધરી હતો જે અગાઉ ગ્રો મોર બુલિયન કંપનીમાં જ નોકરી કરતો હતો. જેને ભરતભાઈ ઓળખતા હતા જેથી પોલીસને ગાડીનો નંબર અને સાવન અંગે જાણ કરી હતી.રેલવે પોલીસે ગાડીનો નંબર અને સાવનનો નંબર સ્ટેટ કંટ્રોલ રૂમમાં મોકલી આપ્યો હતો.આરોપીઓ બનાસકાંઠા જાય તેવી શંકાના આધારે નડિયાદથી બનાસકાંઠા રૂટની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી.અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એલર્ટ પર હતી.આરોપીઓ સાણંદ નળસરોવર રૂટથી વિરમગામ થઈ બનાસકાંઠા જવાના હોવાની પોલીસને માહિતી મળી હતી. ગ્રામ્યના અલગ અલગ પોલીસની ટીમ દ્વારા બનાસકાંઠા જતા રસ્તે બેરિકેટ મૂકીને બ્લોક કરવામાં આવ્યા હતા.આ વિરમગામ પોલીસે ખોરજ પાસેથી ટિયાગો ગાડી સાથે જતી એક નંબર પ્લેટ વિનાની બલેનો ગાડી રોકી હતી જેમાંથી સાવન ચૌધરી મળી આવ્યો હતો.સાવનની પૂછપરછ કરતા લૂંટનો મુદ્દામાલ અને બાકીના ત્રણ આરોપીઓ ટિયાગો ગાડીમાં હોવાનું જાણવા મળ્યું હતું. PI ગઢવી કૂદકો લગાવી લૂંટારુની કાર પર ટીંગાઈ ગયા પોલીસે સાવનની મદદથી ટિયાગો ગાડીનું લોકેશન જાણ્યું હતું.ટિયાગો ગાડી પંચમુખી નીલકી ગામ તરફ જઈ રહી હોવાની માહિતી મળતા પીઆઇ એસ.એ ગઢવી તેમની ટીમ સાથે પહોચ્યા હતા.પોલીસની ગાડી વડે ટિયાગો ગાડીને ટક્કર મારવામાં આવી હતી.જે બાદ ટિયાગો ગાડીના ગેટ પર પીઆઇ ગઢવી લટકી ગયા હતા ત્યારે આરોપીઓએ ગાડી પૂરઝડપે ભગાવી હતી છતાં પીઆઇ 70ની સ્પીડ પર 500 મીટર સુધી દરવાજે લટકી રહ્યા હતા.પીઆઇએ ટિયાગો ગાડીનું હેંડ બ્રેક ખેંચીને ચાવી કાઢી લીધી હતી.ગાડી બંધ થતા બાકીના ત્રણેય આરોપીઓ આકાશ પ્રજાપતિ,કિરણ ચૌધરી અને દશરથ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યા હતા. લૂંટારુઓએ ચાર મહિના પહેલા લૂંટનો પ્લાન બનાવ્યો હતો આરોપીને ઝડપીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સાવન અગાઉ બુલિયન કંપનીમાં કામ કરતો હતો જેથી તે બુલિયનની તમામ કામગીરીથી વાકેફ હતો.કેટલા વાગે,કઈ જગ્યાએથી ,કેવી રીતે સોનુ લાવવામાં આવે છે તે જાણતો હતો જેથી તેને તેના મિત્રો સાથે મળીને ચાર મહિના અગાઉ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.સાવન હાલમાં દિયોદર ખાતે પાનનો ગલ્લો ચલાવે છે.પકડાયેલા તમામ આરોપીઓની ઉમર 18 થી 23 વર્ષની છે.પોલીસે આરોપીને નડિયાદ રેલવે પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશન 3 કલાક જેટલો સમય ચાલ્યું હતું જેમાં વિરમગામ ASP માનસી મીણા સુપરવિઝન કરી રહ્યા હતા જેમાં LCB પીઆઇ આર.એન કરમટીયા,પીઆઇ એસ.એસ ગઢવી,પીઆઇ પી.ડી જાની અને PSI આર. જે ચોટલીયા અને તેમની.ટીમ હાજર હતી.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- AIની મદદથી મિનિટોમાં સાયબર એટેક, નિશાન પર સરકારો:ડિફેન્સ સેક્ટરમાં રેન્સમવેર 5 ગણો વધ્યો; ભારત સૌથી વધુ અસરગ્રસ્ત ટોપ 7 દેશોમાં સામેલ
    Next Article
    રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં:સિક્યુરિટી અને દર્દીના સગા વચ્ચે બોલાચાલી થયાનો વિડીયો વાયરલ, સિક્યુરિટી કર્મચારીએ પાસ ફાડયાનો આરોપ લાગતા અધિક્ષકે તપાસના આદેશો આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment