Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેજા યાત્રા સમયે વીજ કંરટથી યુવકનું સારવાર સમયે મોત:અન્ય એક યુવક સારવાર હેઠળ, ગોત્રીના હરિનગર વિસ્તારમાં બની હતી ઘટના

    1 week ago

    વડોદરાના ગોત્રી હરિનગર વિસ્તારમાં રાજેશ ટાવર નજીક 7 દિવસ પહેલા રામાપીરના નેજા યાત્રા દરમિયાન બનેલી કરુણ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા બે યુવાનો પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ધાર્મિક આસ્થા સાથે નીકળેલી નેજા યાત્રા દરમિયાન અચાનક હાઈટેન્શન વીજ લાઈન સાથે નેજાનો સ્પર્શ થઈ જતાં બે યુવાનો ભયાનક વીજ કરંટની ચપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં બંને યુવાનો ગંભીર રીતે દાઝી જતાં તેમને ત્વરિત સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત થયું છે. એક યુવક હજુ સારવાર હેઠળ વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાંથી નેજાયાત્રા નીકળી રહી હતી દરમિયાન નેજા હાઈટેન્શન લાઇન સાથે અડકી ગઈ હતી અને બે વ્યક્તિ દાઝી ગયા હતા. કરંટની ગંભીર અસરો સામે ઝઝૂમી રહેલા પિયુષ બજાણીયા નામના યુવકે આજે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જ્યારે અન્ય એક યુવકની સારવાર હજુ પણ ચાલી રહી છે. આશાસ્પદ યુવાન પિયુષ બજાણીયાના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતાં તેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારમાં શોકની લાગણી પવિત્ર પ્રસંગે બનેલી આ અણધારી હોનારતથી પરિવારજનો ઘેરા શોકની કાળી ડિબંગ છાયામાં સરી પડ્યા છે અને સ્થાનિક રહીશોમાં પણ ભારે કંપારી સાથે શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પંચ હટાવો, દેશ બચાવો:મુંબઈમાં જ્ઞાનેશ કુમાર સામે ઉદ્ધવ-રાજ ઠાકરેનું પ્રદર્શન, હજારોની ભીડ, રાઉતે કહ્યું- દેશમાં હિટલરશાહી નહીં ચાલે; ત્રણ દિવસમાં CEC સામે 3 મોટા પ્રદર્શન
    Next Article
    મનપા બાદ જિલ્લા પંચાયતમાં મોંઘવારીનો માર:રાજકોટ જિલ્લામાં લોકસંપર્ક માટેનો પ્રવાસ ખર્ચ વધતા માનદ ભથ્થું વધારવા માંગ, ભાડલાનાં મહિલા સભ્યએ CMને પત્ર લખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment