Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં એલિસબ્રિજ પર આપઘાતનો હાઈવોલ્ટેજ ડ્રામા:યુવક સાબરમતીમાં કૂદવા ગયો, લાંબો સમય જાળી પકડી લટકી રહ્યો; દોઢ કલાક બાદ દોરડું બાંધી રેસ્ક્યૂ

    11 hours ago

    અમદાવાદના એલિસબ્રિજ પર 3 ઓક્ટોબરની મોડી રાત્રે એક યુવક જાળી પર ચઢીને સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની રિવર રેસ્ક્યૂ ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. આ સમયે યુવક જાળી પકડીને લટકી રહ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે લગભગ દોઢ કલાક સુધી સતત સમજાવટ કર્યા બાદ યુવકને દોરડાથી બાંધી નીચે ઉતાર્યો હતો. ઘટનાની બે તસવીર સ્થાનિકોએ પહેલા યુવકને રોકવાનો પ્રયાસ કર્યો મોડી રાત્રે યુવકને બ્રિજની જાળી પર ચઢતો જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેને રોકવાનો પ્રયાસ કરવા સાથે તુરંત પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતાં જ પોલીસ ટીમ બ્રિજ પર પહોંચી હતી, જ્યારે ફાયર વિભાગની રિવર રેસ્ક્યૂ ટીમ બોટ સાથે નદીમાં તૈનાત થઈ ગઈ હતી. દોઢ કલાકના હાઈડ્રામા બાદ સફળ રેસ્ક્યૂ યુવક લાંબા સમય સુધી જાળી પર લટકેલો રહ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ નદીમાં બોટ હોલ્ટ પર રાખીને તેને શાંતિથી સમજાવવાનું શરૂ કર્યું હતું. લગભગ દોઢ કલાકની મહેનત બાદ યુવક શાંત થયો હતો અને ફાયરની ટીમે દોરડું બાંધી તેને રિવરફ્રન્ટ પર સુરક્ષિત ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસ દ્વારા આપઘાતના કારણ અંગે તપાસ શરૂ યુવકને સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ રિવરફ્રન્ટ પોલીસે તેનું નામ-સરનામું પૂછીને આપઘાતનો પ્રયાસ કરવા પાછળના કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે. પોલીસે યુવકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી છે અને સમગ્ર મામલે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    350 રન બનાવવા છતાં ભારત ત્રીજી વખત હાર્યું:રોહિત ઓપનર તરીકે સૌથી ઝડપી 10 હજાર વનડે રન બનાવનાર; વેસ્ટ ઈન્ડિઝનો સૌથી મોટો રનચેઝ
    Next Article
    સારોલીમાં કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાઈ:1 કલાક સુધી 6 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે તમામને હેમખેમ બહાર કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment