Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    350 રન બનાવવા છતાં ભારત ત્રીજી વખત હાર્યું:રોહિત ઓપનર તરીકે સૌથી ઝડપી 10 હજાર વનડે રન બનાવનાર; વેસ્ટ ઈન્ડિઝનો સૌથી મોટો રનચેઝ

    12 hours ago

    વેસ્ટ ઈન્ડિઝે ભારતને ત્રીજી વનડેમાં 5 વિકેટે હરાવ્યું. ન્યૂ ચંડીગઢમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 351 રન બનાવ્યા હતા. તેમ છતાં તેને હારનો સામનો કરવો પડ્યો. આ ત્રીજી વખત છે, જ્યારે ટીમ 350+ રન બનાવીને પણ હારી ગઈ. શનિવારે વેસ્ટ ઈન્ડિઝે 48.2 ઓવરમાં ટાર્ગેટ પુરો કર્યો. વનડેમાં ટીમનો આ સૌથી મોટો સફળ રનચેઝ પણ છે. રોહિત શર્મા ઓપનર તરીકે સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયા. તેમણે સચિન તેંડુલકરને પાછળ ધકેલી દીધો. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી વનડેના ટોપ રેકોર્ડ્સ… 1. ભારત 350+ રન પણ ડિફેન્ડ કરી શક્યું નહીં ભારતને ત્રીજી વખત 350+ રન બનાવ્યા બાદ પણ હારનો સામનો કરવો પડ્યો. આ પહેલાં 2019માં ઓસ્ટ્રેલિયા સામે અને 2025માં દક્ષિણ આફ્રિકા સામે આવું થયું હતું. સચિન-જયસૂર્યાની ક્લબમાં સામેલ થયો રોહિત રોહિત શર્માએ વનડેમાં ઓપનર તરીકે 10 હજાર રન પૂરા કર્યા. તેઓ આ સિદ્ધિ મેળવનારા ચોથો બેટ્સમેન છે. તેના પહેલાં સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને ક્રિસે આ સિદ્ધિ મેળવી હતી. રોહિત સૌથી ઓછી 202 ઇનિંગ્સમાં આ મુકામે પહોંચ્યા. તેમના પહેલાં સચિને 214 ઇનિંગ્સમાં 10 હજાર રન બનાવ્યા હતા. 2. રોહિત 75મી વખત 100+ રનની ભાગીદારીમાં સામેલ થયા રોહિતે ઋતુરાજ સાથે ત્રીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી. તેઓ 75મી વખત 100+ રનની ભાગીદારીમાં સામેલ થયા. સૌથી વધુ સદીની ભાગીદારીના મામલે તેઓ ત્રીજા ક્રમે છે. 3. ભારતે 7.43ના રનરેટથી બેટિંગ કરી ભારતે વનડે સિરીઝમાં 7.43ના રન રેટથી રન બનાવ્યા. આ 3 કે તેથી વધુ મેચવાળી દ્વિપક્ષીય વનડે સિરીઝમાં સૌથી વધુ રન રેટ છે. બીજા ક્રમે ઇંગ્લેન્ડ છે. ટીમે 2015માં ન્યૂઝીલેન્ડ સામે 7.15ના રન રેટથી બેટિંગ કરી હતી. 4. ભારતે 45મી વખત 350+ રન બનાવ્યા ભારતે 7 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા. ટીમે 45મી વખત વનડેમાં 350+નો સ્કોર બનાવ્યો. દક્ષિણ આફ્રિકા 36 વખત સાથે બીજા ક્રમે છે. 5. ભારતે સીરીઝમાં સૌથી વધુ 45 છગ્ગા ફટકાર્યા ભારતે 3 મેચમાં 45 છગ્ગા ફટકાર્યા. આ ત્રણ મેચની દ્વિપક્ષીય વનડે સીરીઝમાં કોઈપણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગા છે. આ પહેલાં ઇંગ્લેન્ડે 2021માં ત્રણ મેચમાં ભારત સામે જ 37 છગ્ગા ફટકાર્યા હતા. કોઈપણ દ્વિપક્ષીય સીરીઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ભારત ઇંગ્લેન્ડ સાથે ચોથા સ્થાને છે. 6. કોહલીને પ્રથમ બોલે આઉટ કરનાર ચોથા બોલર બન્યો સીલ્સ વિરાટ કોહલીને વનડેમાં પ્રથમ બોલે આઉટ કરનાર જેડન સીલ્સ ચોથો બોલર બની ગયો. આ યાદીમાં 3 વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ છે. 7. સતત ત્રણ વનડેમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યા બરાર ગુરનૂર બરારે આ સિરીઝની 3 વનડે ઇનિંગ્સમાં 253 રન આપ્યા. તેઓ સતત 3 વનડે મેચોમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. 8. રાહુલે નંબર-5 પર ત્રીજી સૌથી મોટી ભારતીય ઇનિંગ્સ રમી રાહુલે નંબર-5 પર બેટિંગ કરતાં અણનમ 129 રન બનાવ્યા. ભારત માટે નંબર-5 પર બેટિંગ કરતાં આ ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ છે. 9. વેસ્ટ ઈન્ડિઝનું વનડેમાં સૌથી મોટું સફળ રનચેઝ વેસ્ટ ઈન્ડિઝે ન્યૂ ચંડીગઢમાં 352 રનનું લક્ષ્ય પુરુ કર્યું. આ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝનું સૌથી મોટું સફળ રનચેઝ છે. 10. શાઈ હોપે ભારત સામે રનચેઝમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હોપે ન્યૂ ચંડીગઢમાં અણનમ 162 રનની ઇનિંગ રમી. આ ભારત સામે વનડેમાં રનચેઝ કરતી વખતે રમાયેલી સૌથી મોટી ઇનિંગ છે. તેમણે શ્રીલંકાના તિલકરત્ને દિલશાનને પાછળ ધકેલી દીધા. 11. હોપે વિકેટકીપર-કપ્તાન તરીકે સૌથી વધુ 8 સદી ફટકારી શાઈ હોપે વનડેમાં વિકેટકીપર-કપ્તાન તરીકે આઠમી સદી ફટકારી. આ મામલે તેઓ પહેલેથી જ ટોચ પર છે. તેમણે 53 મેચોમાં 8 સદી ફટકારી છે. એમએસ ધોની 6 સદી સાથે બીજા નંબર પર છે. 12. હોપે ભારતમાં ચોથી સદી ફટકારી શાઈ હોપે ભારતમાં ભારત સામે પોતાની ચોથી વનડે સદી ફટકારી. તેઓ ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. 13. અમીર જાંગૂએ ત્રણેય ઇનિંગ્સમાં 50+નો સ્કોર બનાવ્યો વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન અમીર જાંગૂએ આ સીરિઝની ત્રણેય ઇનિંગ્સમાં 50થી વધુનો સ્કોર બનાવ્યો. તેઓ આ સિદ્ધિ મેળવનારા પાંચમા બેટ્સમેન છે. ----------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… 24 વર્ષ બાદ છોકરીઓ છોકરાઓથી આગળ નીકળી: એશિયન ગેમ્સમાં 4 ગોલ્ડ વધુ જીત્યાં; શૂટિંગ-ઍથ્લેટિક્સમાં આ વખતે 9 સુવર્ણનો ઘટાડો એશિયન ગેમ્સ 2026માં ભારતનું અભિયાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અંતિમ દિવસે ઘોડેસવારીની બે ગોલ્ડ મેડલ ઇવેન્ટ્સ છે, પરંતુ તેમાં કોઈ ભારતીય ખેલાડી ભાગ લઈ રહ્યો નથી. ભારતે જાપાનના આઈચી-નાગોયામાં 21 ગોલ્ડ સહિત કુલ 85 મેડલ જીત્યા છે. સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Hanuman Ansh Box Office Collection Day 58: Devotional Drama Holds Strong In Ninth Week
    Next Article
    અમદાવાદમાં એલિસબ્રિજ પર આપઘાતનો હાઈવોલ્ટેજ ડ્રામા:યુવક સાબરમતીમાં કૂદવા ગયો, લાંબો સમય જાળી પકડી લટકી રહ્યો; દોઢ કલાક બાદ દોરડું બાંધી રેસ્ક્યૂ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment