Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં વૃદ્ધ દંપતીને કારે ટક્કર મારી:બન્ને હવામાં ઉછળીને રસ્તા પર પડ્યા; મહિલા ડ્રાઈવરની ધરપકડ, ઘાયલોને જોવા ક્રેટામાંથી ઉતરી, પછી ભાગી ગઈ

    13 hours ago

    દિલ્હીના કીર્તિ નગરમાં મોર્નિંગ વોકથી ઘરે પરત ફરી રહેલા એક વૃદ્ધ દંપતીને ક્રેટા કારે પાછળથી ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા. અકસ્માત આર્ય સમાજ મંદિર નજીક શુક્રવારે સવારે 8 વાગીને 46 મિનિટે થયો હતો. પોલીસે શનિવારે ઘટનાની જાણકારી આપી. વૃદ્ધ દંપતીની ઓળખ 79 વર્ષીય દયાનંદ ટંગરા અને તેમની 71 વર્ષીય પત્ની કુસુમ ટંગરા તરીકે કરવામાં આવી છે. બંને ગંભીર રીતે ઘાયલ છે. બીજી તરફ, કાર ચલાવી રહેલી 49 વર્ષીય નવલીન કૌરની પોલીસે ધરપકડ કરી છે. તે પણ ગૃહિણી છે. ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. ફૂટેજમાં દેખાયું કે નવલીન અકસ્માત બાદ કારમાંથી નીચે ઉતરી અને ઘાયલ દયાનંદને જોયા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ. પોલીસે ક્રેટા જપ્ત કરી છે. તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને લોકોના જીવ અથવા સુરક્ષાને જોખમમાં મૂકવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 6 વિઝ્યુઅલ્સમાં જુઓ સમગ્ર ઘટના… દંપતીની સારવાર ચાલુ, દીકરીઓ અમેરિકામાં રહે છે ડૉક્ટરોના જણાવ્યા મુજબ, દયાનંદના માથામાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે કુસુમના શરીરના પાછળના ભાગમાં ઈજા થઈ છે. બંનેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દયાનંદ ચપ્પલના સોલ બનાવવાની ફેક્ટરી ચલાવે છે અને કુસુમ ગૃહિણી છે. દંપતી કીર્તિ નગરમાં રહે છે. તેમની બંને દીકરીઓ પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહે છે.
    Click here to Read More
    Previous Article
    सुबह सुबह खाली पेट लौकी का जूस पीने से क्या होता है?
    Next Article
    કોરાટ ચોક નજીક નકલી પોલીસકર્મી ઝડપાયો:યુનિફોર્મ પહેરી રોફ જમાવતો હતો, શાપર પોલીસે પકડી પાડી રૂ.40,000નો મુદામાલ કબજે કર્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment