Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોરાટ ચોક નજીક નકલી પોલીસકર્મી ઝડપાયો:યુનિફોર્મ પહેરી રોફ જમાવતો હતો, શાપર પોલીસે પકડી પાડી રૂ.40,000નો મુદામાલ કબજે કર્યો

    22 hours ago

    રાજકોટમાંથી વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો છે. રાજકોટ જિલ્લાના શાપર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કોરાટ ચોક નજીક એક વ્યક્તિ પોલીસ યુનિફોર્મ પહેરી સામાન્ય નાગરિકમાં રોફ જમાવી રહ્યો છે, જેથી તેને અટકાવી પૂછપરછ કરતા પોલીસ ન હોવાનો ભાંડો ફૂટી જતા પોલીસે આરોપી કિશોર સલાટની ધરપકડ કરી છે. પેટ્રોલિંગમાં બાતમી મળતા ટીમ સ્થળે પહોંચી રાજકોટ જિલ્લાના શાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI દિશાબેન જોશીએ ફરિયાદમાં જણાવ્યું કે, 3 ઓક્ટોબરે પેટ્રોલિંગ દરમિયાન પારડી બ્રિજ પાસે આવતા બાતમી મળી હતી કે, એક શખસ રાજકોટ-ગોંડલ નેશનલ હાઇ-વે, કોરાટ ચોક ખાતે કોઇ પોલીસનો યુનિફોર્મ પહેરીને નકલી પોલીસ બનીને લોકોમાં પોલીસ હોવાનો રોફ જમાવે છે. જેથી 3 વાગ્યે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર GJ.03.MP.8123 લઇ પોલીસ યુનિફોર્મ પહેરીને શખસ બેઠો હતો, જેનું નામ પૂછતાં કિશોર મંગાભાઇ સલાટ હોવાનું જણાવ્યું હતું. તાલુકા પોલીસમાં ફરજ બજાવતો હોવાનું કર્યું રટણ આ પછી તેની પૂછપરછ કરતા પોતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું, જેથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે પોલીસમાં ન હોવાનું જણાવ્યું હતું. તેને પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો, જેમાં સોલ્ડર પર G.P.ના સોલ્ડર લગાવેલ હતા, લાનીયર તથા જમણા હાથે ગુજરાત પોલીસનો બેઝ અને ગુજરાત પોલીસનો બેલ્ટ પહેરેલ હતો. હાલ પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ અને એક બાઈક મળી રૂપિયા 40,000નો મુદામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ BNS કલમ 204 તથા 205 મુજબ ગુનો નોંધ્યો છે. લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે કે કેમ? ઉલ્લેખનીય છે કે, આરોપી કિશોર સલાટ દ્વારા કોઈ નાગરિક પાસેથી રોફ જમાવી રૂપિયા પડાવવામાં આવ્યા છે કે કેમ? તેમજ પોતે આ રીતે કેટલા સમયથી પોલીસ બની કઈ કઈ જગ્યાએ આંટાફેરા કરતો હતો? તે સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં વૃદ્ધ દંપતીને કારે ટક્કર મારી:બન્ને હવામાં ઉછળીને રસ્તા પર પડ્યા; મહિલા ડ્રાઈવરની ધરપકડ, ઘાયલોને જોવા ક્રેટામાંથી ઉતરી, પછી ભાગી ગઈ
    Next Article
    સુરેન્દ્રનગર વન વિભાગના કર્મચારીઓની હડતાળની ચીમકી:પડતર પ્રશ્નો ઉકેલવા રજૂઆત, માંગણીઓ નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદતની હડતાળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment