Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલના ડોક્ટરો હાજરી પુરાવી પોતાની પ્રાઈવેટ હોસ્પિટલે જતા હોવાનો આક્ષેપ:જૂનાગઢમાં ડો. કેતન પરમારે કહ્યું-જ્ઞાતિ આધારિત ભેદભાવ રાખે છે; ડીને કહ્યું-અમને રજૂઆત મળશે તો કાર્યવાહી કરાશે

    8 hours ago

    ​જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ઘણી વખત વિવિધ વિવાદોને કારણે ચર્ચામાં રહી છે, જ્યાં અગાઉ પણ ડોક્ટરો સમયસર ન આવતા હોવા અને માત્ર એક-બે કલાક હાજરી પુરાવી પોતાની ખાનગી હોસ્પિટલમાં જતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર આ અંગેના વીડિયો પણ વાયરલ થયા છે. આ બાબતે અગાઉ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા એમ.એસ. ઓર્થોપેડિક ડૉ. કેતન પરમારે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી સિવિલ હોસ્પિટલની કામગીરી અને સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેને કહ્યું કે, બે વર્ષ પહેલાં સિવિલમાં ગયો હતો ત્યારે ત્રણ વખત ઇન્ટરવ્યુ થયા હતા અને ત્યાં જ્ઞાતિ આધારિત ભેદભાવ રાખવામાં આવે છે. સુપરિન્ટેન્ડેન્ટ તથા ડીનની નીચે કામ કરતા 60 ટકાથી 80 ટકા ડૉક્ટરો સવારે ખાલી આવીને બાયોમેટ્રિક સાઈન કરીને જતા રહે છે. ત્યારે GMERS ડીનના હનુમંત આમનેએ કહ્યું કે, અમને રજૂઆત મળશે તો કાર્યવાહી કરાશે. ડેટા ઓન પેપર માંગી તેની જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્નો કર્યા ડો. કેતન પરમાર જણાવ્યું હતું કે, એક વર્ષ સિવિલમાં નોકરી દરમિયાન તેમને ખૂબ જ અનુભવ થયો હતો અને સુપરિન્ટેન્ડેન્ટ તથા ડીનની નીચે કામ કરતા 60 ટકાથી 80 ટકા ડૉક્ટરો સવારે ખાલી આવીને બાયોમેટ્રિક સાઈન કરીને જતા રહે છે અને સરકારમાંથી અઢી-અઢી લાખ રૂપિયા પગાર મેળવે છે. સુપરિન્ટેન્ડેન્ટને 60 ટકા ડૉક્ટરો હાજર ન રહેતા હોવા છતાં તેમના ધ્યાનમાં કેમ નથી આવતું? છેલ્લા 6 મહિનાથી એક વર્ષના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને આઈસીયુમાં છેલ્લા ચાર-પાંચ વર્ષમાં થયેલા દર્દીઓના મૃત્યુનો ડેટા ઓન પેપર માંગી તેની જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્નો કર્યા છે. એનેસ્થેસિયા અને ઓર્થોપેડિક સહિતના લગભગ તમામ વિભાગોમાં આવું જ ચાલે છે, જ્યાં ઓર્થોપેડિક વિભાગના ત્રણથી ચાર ડૉક્ટરો સહિત સર્જિકલ અને રેડિયોલોજી વિભાગના ડૉક્ટરોની ખુદની પ્રાઇવેટ હોસ્પિટલો છે જે ગૂગલમાં પણ મળી જશે. તેઓ સવારે માત્ર ત્રણ કલાક આવીને પ્રાઇવેટમાં પૈસા કમાવા જતા રહે છે અને કદાચ કોઈ દર્દી સિરિયસ થાય તો પણ એચઓડી હાજર હોતા નથી. એ લોકો બહુ ભેદભાવ રાખે છે અને પોતાની એલિજીબિલિટી હોવા છતાં છેડાવાળાનું જ સિલેક્શન થાય છે. 'આ કૌભાંડ પાછળ પૈસાનું સેટલમેન્ટ હોવાની શંકા વ્યક્ત કરી હતી કે સુપરિન્ટેન્ડેન્ટ અને ડીન સરને આ વાતની ખબર ન હોય તેવું ન બને, અને જો એકાદ-બે ડૉક્ટર કરે તો સમજી શકાય પણ 60 ટકા ડૉક્ટરો આ રીતે કરતા હોય તો તે બહુ મોટી વાત છે. આખી સિસ્ટમ બદલવાની માગ છે.' '​આક્ષેપો કરવા માટે તો ઘણા લોકો હોય છે' આ સમગ્ર મામલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. હનુમંત આમને જણાવ્યું છે કે, બધા ડૉક્ટરોનું પહેલું કર્તવ્ય પેશન્ટ અને દર્દીઓની સેવા કરવાનું છે અને આ પ્રતિબદ્ધતા માટે તમામ લોકો પ્રયાસ કરે છે. આક્ષેપો કરવા માટે તો ઘણા લોકો હોય છે પરંતુ તેનો સાચો ઉત્તર એ છે કે તેઓ દરરોજ રાઉન્ડ લઈ હોસ્પિટલની મુલાકાત લે છે અને જો કોઈ ડૉક્ટર હાજર ન મળે તો તેને મેમો આપવામાં આવે છે. 'હોસ્પિટલમાં કોઈ જ્ઞાતિભેદ રાખવામાં આવતો નથી' ‘તેમજ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવવામાં આવતી નથી. હોસ્પિટલમાં કોઈ જ્ઞાતિભેદ રાખવામાં આવતો નથી. સીસીટીવી પુરાવા બાબતે તેમણે જણાવ્યું હતું કે જો દર્દી કે દર્દીના સગા તરફથી આવી કોઈ લેખિત ફરિયાદ મળશે તો ચોક્કસપણે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે, ત્યારબાદ તપાસ સમિતિની રચના કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.’
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાંથી વધુ એક નકલી પોલીસ ઝડપાયો:કોરાટ ચોક નજીક પોલીસ યુનિફોર્મ પહેરી પબ્લિકમાં રોફ જમાવતો હતો અને શાપર પોલીસે પકડી પાડી રૂ.40,000નો મુદામાલ કબ્જે કર્યો
    Next Article
    અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, 12 માળ ઊંચો નદી પરનો બ્રિજ:સાબરમતી નદી પર બ્રિજનું બાંધકામ પૂર્ણ, પુલનું બાંધકામ બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડથી કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment