Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ટર્ન સાથે ફ્લર્ટ કરી છેડતી કરનાર એઇમ્સ હોસ્પિટલના સ્ટાફની ધરપકડ:કોલેજની જ વિદ્યાર્થીનીએ કહ્યું- તમને આ ન શોભે, તો આરોપીએ 'ઘરકી દાલ ડેઇલી કોન ખાતા હૈ' કહીને છેડતી કરી

    1 day ago

    રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી વિદ્યાર્થીની સાથે ડ્રેસીંગ વિભાગમાં નર્સીગ સ્ટાફ તરીકે નોકરી કરતા કર્મચારીએ અવાર નવાર ફ્લર્ટ કરી વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપી લલિત શર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રૂમનો દરવાજો આડો કરી છેડતી કરી રાજકોટ પશ્ચિમ વિભાગના એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, મૂળ રાજસ્થાનની અને હાલ રાજકોટ એઇમ્સ હોસ્ટેલમાં રહી MBBSનો અભ્યાસ કરતી યુવતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તે પોતે હાલ એઇમ્સ હોસ્પીટલમાં જ ઇન્ટર્નશીપ કરે છે. ગત 30 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી ડ્રેસીંગ વિભાગમાં નોકરી હતી ત્યારે આરોપી લલીત શર્મા સાથે નોકરી હતી તે દીવસે બંને ડ્રેસીંગ રૂમમાં હતા ત્યારે કોઇ પેશન્ટ ન હોય જેથી લલીતે રૂમનો દરવાજો આડો કરી અને કોઇપણ રીતે મારી સાથે વાત કરવાની કોશીશ કરી હતી. બે ત્રણ વાર ટચ કરવાનો ઇશારો કર્યો, છેડતી કરી ત્યારબાદ ડ્રેસીંગ રૂમમાં ખુરશી ઉપર બેઠી હતી ત્યારે ખુરશી સહીત પોતાની તરફ ખેંચી હતી જેથી ફરિયાદી યુવતી ખુરશી પરથી ઉભી થઇ બાકડા પર બેઠી હતી ત્યારે આરોપી લલીત શર્માએ બાજુમાં આવીને યુવતીને "કેન આઈ ટચ'' કહી બે ત્રણ વાર ટચ કરવાનો ઇશારો કર્યો હતો અને પછી અચાનક છેડતી કરી તેથી યુવતી ગભરાઇ અને ત્યાંથી ઉભી થઈને બહાર નીકળી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    વાહન રોકવા બાબતે વકીલો-પોલીસ વચ્ચે તું તું મેં મેં થયું:વડોદરા કોર્ટ પરિસરના ગેટ પર હડતાળ સમયે પોલીસ કર્મીની ગાડી કોર્ટમાં જવા દેવાતા વિવાદ, આખરે મામલો થાળે પડ્યો
    Next Article
    US Launches Search For Plane That Lost Contact On Trip From Bermuda

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment