Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહન રોકવા બાબતે વકીલો-પોલીસ વચ્ચે તું તું મેં મેં થયું:વડોદરા કોર્ટ પરિસરના ગેટ પર હડતાળ સમયે પોલીસ કર્મીની ગાડી કોર્ટમાં જવા દેવાતા વિવાદ, આખરે મામલો થાળે પડ્યો

    1 day ago

    વડોદરા વકીલ મંડળની હાલ હડતાળ ચાલી રહી છે, ત્યારે વડોદરા કોર્ટ પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર આગળથી વાહનો પસાર કરાવવા અને રોકવા બાબતે વકીલો અને સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હડતાળ સમયે પોલીસ કર્મીની ગાડી કોર્ટમાં જવા દેવાતા વિવાદ થયો હતો અને સમગ્ર મામલો ઉગ્ર બની ગયો હતો. પોલીસ અને ખાનગી વાહનોની અવરજવરને લઈને વકીલોએ વિરોધ દર્શાવ્યો વડોદરા કોર્ટ પરિસરના ગેટ પાસેથી પોલીસ અને ખાનગી વાહનોની અવરજવરને લઈને ત્યાં હાજર વકીલોએ વિરોધ દર્શાવ્યો હતો. આ મુદ્દાને લઈને ગેટ પર હાજર પોલીસ કર્મચારીઓ અને વકીલો સામસામે આવી ગયા હતા અને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર પોલીસકર્મીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો અને શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે વરિષ્ઠ વકીલોએ વચ્ચે પડીને મામલો થાળે પડ્યો વકીલોએ પોલીસની કામગીરી અને ભેદભાવપૂર્ણ વર્તન સામે સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે પોલીસે પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ડ્યૂટી નિભાવવાની વાત કરી હતી. આ ઘટના દરમિયાન અન્ય વકીલો અને સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પરિસ્થિતિ થોડી વાર માટે તણાવપૂર્ણ બની ગઈ હતી. છેવટે વરિષ્ઠ વકીલો અને પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    BSF ભુજના 58 જવાનો-અધિકારીઓએ રક્તદાન કર્યું:રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે માનવતાની સેવા કરી
    Next Article
    ઇન્ટર્ન સાથે ફ્લર્ટ કરી છેડતી કરનાર એઇમ્સ હોસ્પિટલના સ્ટાફની ધરપકડ:કોલેજની જ વિદ્યાર્થીનીએ કહ્યું- તમને આ ન શોભે, તો આરોપીએ 'ઘરકી દાલ ડેઇલી કોન ખાતા હૈ' કહીને છેડતી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment