Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં પ્રાકૃતિક ખેતી માટે બે વેચાણ કેન્દ્રો શરૂ:લુણાવાડા અને સંતરામપુરમાં લોકાર્પણ, ખેડૂતોને સીધું બજાર મળશે

    14 hours ago

    મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે બે વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ કેન્દ્રો લુણાવાડા અને સંતરામપુર ખાતે ખોલવામાં આવ્યા છે. લુણાવાડામાં રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં વેચાણ કેન્દ્રનું લોકાર્પણ થયું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર અને કલેક્ટર અર્પિત સાગર પણ હાજર હતા. સંતરામપુરમાં ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં કેન્દ્ર શરૂ કરાયું. બંને સ્થળોએ પ્રાકૃતિક ખેતી કરતા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. તેમણે પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ પણ કર્યું. આ વેચાણ કેન્દ્રોનો મુખ્ય હેતુ 'ખેડૂતથી ગ્રાહક સુધી' સીધી વેચાણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. તેનાથી ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે સીધું બજાર મળશે અને ગ્રાહકોને પણ પ્રાકૃતિક ખેત પેદાશો સરળતાથી મળશે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષકને શાળામાં જ લાફા ઝીંકી દીધા:નકલી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવીને વિદ્યાર્થિનીને મેસેજ કરતો, મણિનગરની સ્કૂલે ટર્મિનેટ કર્યો; શાળાને જવાબ રજૂ કરવા DEOનો આદેશ
    Next Article
    પોક્સોના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:વચગાળાના જામીન પરથી ભાગેલા આરોપીને સુરેન્દ્રનગરની પેરોલ ફ્લો સ્કવોડે ચુલી ગામથી ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment