Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ:આંબેડકર ચોક સ્થિત મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ખાતે લોકાર્પણ; ખેડૂતોને સીધું બજાર મળશે

    15 hours ago

    સુરેન્દ્રનગરમાં આંબેડકર ચોક સ્થિત મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ખાતે 'પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર' શરૂ થયું છે. તેનો હેતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર આપવાનો અને શહેરીજનોને શુદ્ધ ખોરાક પૂરો પાડવાનો છે. આ કેન્દ્ર દર શનિવારે સવારે 8થી 10 વાગ્યા દરમિયાન ખુલ્લું રહેશે. અહીં દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર આધારિત ખેતીથી તૈયાર રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ મુક્ત શાકભાજી, ફળો, અનાજ, કઠોળ વચેટિયા વિના બજાર ભાવે મળશે. જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીએ જણાવ્યું કે, 'સ્વસ્થ ગુજરાત' સંકલ્પ હેઠળ આ વ્યવસ્થા કરાઈ છે. ખેડૂતો-ગ્રાહકોના વોટ્સએપ ગ્રુપમાં 800 ગ્રાહકો જોડાયા છે. આગામી ત્રણ મહિનામાં હાઈવે, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 2થી 3 વધુ સ્ટોલ ખોલવામાં આવશે. કલેક્ટરે નાગરિકોને 'ફેમિલી ડોક્ટર'ના બદલે 'ફેમિલી ફાર્મર'નો કન્સેપ્ટ અપનાવી કેમિકલમુક્ત ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે પ્રવાસીઓ માટે સકરબાગ ઝૂ માં વિનામૂલ્ય:જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે ફ્રી એન્ટ્રી અપાઈ , અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું
    Next Article
    મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો:ધોરણ 8થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી 60 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment