Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્યોએ કરી રજૂઆત:અધિકારીઓના પાપે સોસાયટીઓ ગોડાઉન બની, રહેણાંકમાં ગેરકાયદે ઉદ્યોગો અને બેફામ ડમ્પરોના મુદ્દે કુમાર કાનાણી તંત્ર પર લાલઘૂમ

    14 hours ago

    સુરત મહાનગરપાલિકા ખાતે સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, મેયર માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયા, કલેક્ટર તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર સહિત શહેરના ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સાથેની આ પ્રથમ સંકલન બેઠકમાં લોકપ્રશ્નો, જાહેર અગવડતાઓ અને વહીવટી તંત્રની ઢીલી કામગીરીને લઈને ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. પ્લાસ્ટિક વેસ્ટનો ગંભીર મુદ્દો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉઠાવ્યો બેઠકમાં વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ રહેલા હોટફિક્સ મશીનોના પ્લાસ્ટિક વેસ્ટનો ગંભીર મુદ્દો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હાલ સુરતના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં હોટફિક્સના પ્લાસ્ટિક કચરાના ઢગલા જોવા મળે છે, જેણે માથાનો દુખાવો ઊભો કર્યો છે અને તંત્ર તેને ઉઠાવવામાં લાચાર સાબિત થઈ રહ્યું છે. તંત્ર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, પાછલા ચાર વર્ષથી રહેણાંક વિસ્તારોમાં ધમધમતા હોટફિક્સ મશીનો, કોમર્શિયલ ગોડાઉનો અને ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોને બંધ કરાવવા તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે, છતાં સોસાયટીઓમાં ઉદ્યોગો શરૂ થઈ ગયા છે. અધિકારીઓની બેદરકારીના કારણે આજે સામાજિક અને કોર્પોરેશનને લગતી ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે, જેથી રહેણાંક વિસ્તારોમાં ચાલતી આવી તમામ બિનઅધિકૃત પ્રવૃત્તિઓ તત્કાલ બંધ થવી જોઈએ. બેરોકટોક દોડતા ડમ્પરોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું આ ઉપરાંત ટ્રાફિક અને માર્ગ સુરક્ષાના પ્રશ્ને પણ ધારાસભ્યે તંત્રનું ધ્યાન દોર્યું હતું. પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરમાં બેરોકટોક દોડતા મોટા વાહનો અને ડમ્પરોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈકાલે મોટા વરાછા વિસ્તારમાં ડમ્પરની અડફેટે બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા, તે ઘટના અંગે બેઠકમાં ટ્રાફિક ડીસીપી સમક્ષ રજૂઆત કરીને નો-એન્ટ્રીના નિયમોનું કડક પાલન કરાવવા માગ કરી હતી. આ સાથે જ બ્રિજ નીચેના દબાણો દૂર કરવા તથા વરાછા વિસ્તારમાં ગાર્બેજ કલેક્શન વાહનોની સંખ્યા વધારીને હોટફિક્સ કચરાના યોગ્ય નિકાલ માટે ખાસ પ્લાનિંગ કરવા સૂચન કર્યું હતું. કાનાણીએ ભારપૂર્વક જણાવ્યું કે, નવી કમિશનર સાથેની આ પહેલી બેઠક હોવાથી જૂના તમામ પ્રશ્નો તેમના ધ્યાને મુકાયા છે, જેથી હવે પછીની બેઠકમાં આ જ પ્રશ્નો ફરી રજૂ ન કરવા પડે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ લાવવા રજૂઆત બીજી તરફ, ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ ચોમાસા દરમિયાન શહેરીજનોને પડતી હાલાકી ધ્યાને રાખીને વરસાદી પાણીના નિકાલ અને ભરાવાની સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા કચરાના નિકાલ માટે વધારાના વાહનો ફાળવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા ઝડપી આયોજન કરવાની ખાતરી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દુબઈ ફ્લાઇટ હાઇજેક નિષ્ફળ બનાવનાર પાયલોટ ઘાયલ:કેપ્ટન સ્મિત મચ્છરના સારા સ્વાસ્થ્ય માટે ગોધરાના શ્રી રામજી મંદિરે મહાઆરતી કરાઈ
    Next Article
    Dubai's Crown Prince Hamdan Meets flydubai Hero Smit Machchhar In Hospital

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment