Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અબ તો હૈ તુમસે, હર ખુશી અપની...':અમિતાભે પોતાની પીડા ભૂલી જયા બચ્ચનનો હાથ પકડીને ટેકો આપ્યો, ગુલઝારની વાત સાંભળી એક્ટ્રેસ ખળખળાટ હસી પડ્યાં

    1 day ago

    બોલિવૂડનું એવરગ્રીન કપલ એટલે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન હંમેશાં પોતાની ખાસ કેમેસ્ટ્રી માટે જાણીતું રહ્યું છે. લગ્નજીવનના 50થી વધુ વર્ષો વીતી ગયા હોવા છતાં આ જોડી વચ્ચેનો પ્રેમ અને પરસ્પર આદર આજે પણ એટલો જ અકબંધ છે. તાજેતરમાં મુંબઈમાં આયોજિત એક બુક લોન્ચ ઇવેન્ટમાં આ કપલ પોતાના પરમ મિત્ર, દિગ્ગજ ગીતકાર અને ફિલ્મમેકર ગુલઝાર સાથે એક જ મંચ પર જોવા મળ્યું હતું. આ ઇવેન્ટમાંથી સામે આવેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સના દિલ જીતી રહ્યા છે. પીડા ભૂલી પત્નીનો હાથ થામ્યો, અમિતાભે બતાવી જેન્ટલમેન સ્પિરિટ ઇવેન્ટ દરમિયાન જ્યારે જયા બચ્ચનને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા, ત્યારે અમિતાભ બચ્ચને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ આગળ વધીને તેમનો હાથ પકડી લીધો. તેમણે ખૂબ જ પ્રેમ અને સંભાળથી જયાને સ્ટેજની સીડીઓ ચડવામાં મદદ કરી, અને જયા પણ પતિના ટેકા સાથે સ્ટેજ પર પહોંચ્યાં. આ ક્ષણ એટલા માટે પણ ખાસ બની ગઈ કારણ કે તાજેતરમાં જ 'કોન બનેગા કરોડપતિ'ના સેટ પર લપસી જવાથી અમિતાભ બચ્ચનના ગોઠણમાં ઇજા થઈ હતી. પોતે પીડામાં હોવા છતાં પત્ની પ્રત્યેનો પ્રેમ અને કાળજી જોઈને ચાહકો તેમના વખાણ કરતાં કરતાં થાકતા નથી. ગુલઝારની શાયરાના મહેફિલ અને જયા બચ્ચનનું નિર્દોષ સ્મિત આ જ કાર્યક્રમનો અન્ય એક વીડિયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં જયા બચ્ચન સ્ટેજ પર ગુલઝાર સાહબનો હાથ પકડીને ઊભા દેખાય છે. વાતચીત દરમિયાન ગુલઝારે કંઈક એવું મજેદાર કહ્યું કે જયા પોતાનું હસવું રોકી ન શક્યાં અને ખળખળાટ હસી પડ્યાં. સામાન્ય રીતે પાપારાઝી સામે ગંભીર દેખાતા જયા બચ્ચનનો આ ખીલેલો અને નિર્દોષ અંદાજ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એક યુઝરે રમૂજમાં લખ્યું, "અરે! જયાજી હસે પણ છે!", તો બીજાએ કમેન્ટ કરી, "તેમને પહેલીવાર આટલું ખૂલીને હસતાં જોયા." અન્ય એક ચાહકે લખ્યું, "જયાજીનું સ્મિત કેટલું માસુમ અને સુંદર છે!" અમિતાભ અને જયાની સાથે ફિલ્મો 1972માં જયા બચ્ચન (ત્યારે જયા ભાદુરી)એ પહેલી જ વાર અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'બંસી બિરજુ'માં કામ કર્યું. એ જ વર્ષે બંને 'એક નઝર'માં સાથે જોવા મળ્યાં. અમિતાભ બચ્ચનની ફિલ્મ એક પછી એક ફ્લોપ થતી અને આ જ કારણે એ સમયની ટોચની એક્ટ્રેસિસે પ્રકાશ મહેરાની ફિલ્મ 'ઝંજીર'માં કામ કરવાની ના પાડી દીધી. જયાએ કામ કરવાની હા પાડી ને ફિલ્મ સુપરડુપર હિટ રહી. આ ફિલ્મથી અમિતાભની ઇમેજ એન્ગ્રી યંગ મેનની બની. ત્યાર બાદ બંનેની જોડીએ 'અભિમાન', 'ચુપકે ચુપકે', 'મિલી' તથા 'શોલે'માં પણ કામ કર્યું. અમિતાભ બચ્ચનને પહેલીવાર જોયા ને જયા પ્રેમમાં પડી ગયાં હતાં જયા ભાદુરી જ્યારે પુણેમાં અભ્યાસ કરતાં ત્યારે અમિતાભ પહેલી જ વાર ડેબ્યૂ ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' (1969) માટે ત્યાં આવ્યા હતા. જયા પુણેમાં અમિતાભને મળ્યાં. આ સમયે જયાના ક્લાસમેટ્સ અમિતાભને 'લંબુ લંબુ...' કહીને મજાક ઉડાવતા. જયાના મનમાં અમિતાભની ઇમેજ અકબંધ રહી. ત્યાર બાદ બંને ફિલ્મ 'ગુડ્ડી'ના સેટ પર મળ્યા. હૃષિકેશ મુખર્જીએ બંનેની ઓળખાણ કરાવી. જયા એ સમયે અમિતાભથી ખાસ્સાં ઇમ્પ્રેસ થયાં અને હરિવંશરાય બચ્ચનના દીકરા તરીકે એક માનભરી નજરથી જોવા લાગ્યાં. અમિતાભના વ્યક્તિત્વથી જયા અંજાઈ ગયાં ને પોતાની જાતને તેમના પ્રેમમાં પાડ્યા વગર રોકી શક્યાં નહીં. અલબત્ત, અમિતાભ ફિલ્મ 'એક નઝર'ના સેટ પર જયા સાથે કામ કરતી વખતે પ્રેમમાં પડ્યા. આ એ સમય હતો જ્યારે જયા હિન્દી સિનેમાના એક સફળ એક્ટ્રેસ તો અમિતાભ હજી પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરતા હતા. જયા અને અમિતાભની મિત્રતા દિવસે દિવસે ગાઢ થતી ગઈ. એ વાત અલગ છે કે બંનેમાંથી કોઈએ એકબીજાને પ્રપોઝ કર્યું નહોતું. 'ઝંજીર' રિલીઝ બાદ અચાનક જ લગ્ન નક્કી થયાં પ્રકાશ મહેરાની ફિલ્મ 'ઝંજીર' બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી. અમિતાભ-જયાએ ફિલ્મની સફળતાનું સેલિબ્રેશન લંડનમાં કરવાનું નક્કી કર્યું. અમિતાભે જ્યારે ઘરમાં આ વાત કરી તો હરિવંશરાય બચ્ચન તથા તેજી બચ્ચને ચોખ્ખી ના પાડી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, એક છોકરી સાથે તારે રજા માણવા જવું હોય, તો તારે તેની સાથે લગ્ન કરવાં પડશે અથવા તો પ્લાન કેન્સલ. જયા અને અમિતાભને એકબીજા માટે લાગણી હતી, તો એક્ટરે જયાને પ્રપોઝ કર્યું અને બીજા દિવસે એટલે કે 3 જૂન, 1973ના રોજ પરિવાર, નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યાં. ત્રીજી જૂનની રાત્રે અમિતાભ-જયા લંડન માટે રવાના થયાં. અમિતાભના જીવની રક્ષા માટે જયાએ એકપણ મંદિર છોડ્યું નહોતું ફિલ્મ 'કૂલી'ના સેટ પર બિગ બી સાથે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને પેટમાં ઊંડી ઈજા થઈ હતી, જેના કારણે તેમને 2 મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. આખો દેશ તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો હતો. એ જ સમયે જયાએ પણ કોઈ મંદિર છોડ્યું ન હતું, જ્યાં તેમણ તેમના પતિના ઝડપથી સ્વસ્થ થવાની આશામાં પૂજા કરી ન હોય. આ દરમિયાન જયા મુંબઈના પ્રખ્યાત ડોન વરદરાજનના પંડાલમાં પણ જતાં હતાં. વરદરાજન હંમેશાં ગણેશચતુર્થીના અવસર પર પંડાલનું આયોજન કરતો હતો, જ્યાં જયા પણ તેમના પતિની સુરક્ષા માટે પ્રાર્થના કરવા જતાં હતાં.
    Click here to Read More
    Previous Article
    રોહિત માત્ર 8 રને સદી ચૂક્યો:10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રન ફટકાર્યા; ભારતની પાંચમી વિકેટ પડી, નમન ધીર આઉટ
    Next Article
    108 ટીમે મૃતકના પરિવારને રૂ.3 લાખનો મુદ્દામાલ પરત કર્યો:વલસાડમાં કાર અકસ્માતમાં મોત બાદ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment