Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 108 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ સાથે 3 ઝડપાયા:ગ્રાહકો પાસે બાયોમેટ્રિક કરાવી રજીસ્ટ્રેશન ફેલ થયાનું કહી એક વ્યક્તિના નામે બે-ત્રણ સીમકાર્ડ એક્ટિવ કરતા હતા

    1 day ago

    અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાય તે પહેલાં જ પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડનું ગેરકાયદે વેચાણ કરતા ઉત્તરાખંડના બે શખ્સો અને સીમકાર્ડ ખરીદનાર અમદાવાદના એક શખ્સ સહિત કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 108 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ અને 5 બાયોમેટ્રિક મશીન સહિત કુલ રૂ.1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ બોગસ રિજેક્શન બતાવી થમ્બપ્રિન્ટ મેળવતા ડીસીપી ઝોન 6 ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, કાગડાપીઠ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ સાથે અહીં આવવાના છે. આરોપીઓ કસ્ટમર પાસે સીમકાર્ડ એક્ટિવેટ કરવા માટે ફિંગરપ્રિન્ટ લેતા હતા. ત્યારબાદ સિસ્ટમમાં ભૂલ કે 'રજીસ્ટ્રેશન ફેલ' થવાનું ખોટું બહાનું બતાવી ગ્રાહકની 2 થી 3 વખત ફિંગરપ્રિન્ટ લઈ લેતા હતા. આ રીતે એક જ વ્યક્તિના નામે અન્ય રાજ્યોના સરનામે 2 થી 3 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ (Vi, Jio, Airtel) ચાલુ કરી લેતા હતા. આરોપીઓ સામાન્ય રીતે એક સીમકાર્ડ રૂ. 800થી 1000 માં વેચતા હતા, જ્યારે કોઈ ગુનાહિત સિન્ડિકેટ હોય તો તેમની પાસેથી રૂ.1500થી 2000 કે તેથી વધુ કિંમત વસૂલતા હતા. સોશિયલ મીડિયાથી સંપર્ક અને નેટવર્ક માત્ર 10 અને 12 પાસ આ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા 1 થી 2 વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હતા. પોલીસે આ રેકેટના તાર અન્ય ક્યાં જોડાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    UK Mulls Sanctions Regime To Ban Trade With Israeli Settlements
    Next Article
    સુરેન્દ્રનગર પોલીસે રૂ. 22,000 રોકડ રકમ પરત કરી:નેત્રમ અભિયાન હેઠળ ગુમ થયેલી રકમ શોધી મૂળ માલિકને સોંપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment