Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ એક હત્યા:સામું જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુ અને પાઇપ વડે માર મારી પ્રૌઢનું ઢીમ ઢાળી દીધું

    3 days ago

    એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે ફરી રક્તરંજીત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી પ્રૌઢની હત્યા નિપજાવવામાં આવી હોવાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં ગોંડલ ચોકડી નજીક આવેલા જૂના ગણેશનગરમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 56 વર્ષીય પ્રૌઢની જંગલેશ્વર મેઇન રોડ પર લોખંડના પાઇપના આડેધડ ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ મૃતક ઇકબાલભાઇ અને જંગલેશ્વરમાં જ રહેતા દાનીશ અમીનભાઇ વચ્ચે સામે જોવા બાબતે સામાન્ય બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. ​રાત્રે 10.30 વાગ્યા આસપાસ ઇકબાલભાઇએ તેમના સૌથી મોટા પુત્ર સોહિલને ફોન કરીને જણાવ્યું હતું કે, "જંગલેશ્વરમાં રહેતા દાનીશ અમીનભાઇ સાથે મારે ઝઘડો થયો છે, તો તું તપાસ કર કે દાનીશે મારી સામે કોઈ પોલીસ કેસ કર્યો છે કે નહીં?" આટલી વાત કરીને તેમણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે 1.15 વાગ્યા આસપાસ સોહિલના મિત્ર સોહીલ મહમદભાઈ વીશળના મોબાઇલ પરથી સોહિલને ફોન આવ્યો હતો. આ ફોન પર સોહિલનો બીજો મિત્ર સાહિલ ઉર્ફે ગુંદી કરીમભાઈ પરમાર વાત કરી રહ્યો હતો. તેણે ગભરાયેલા અવાજે સોહિલને કહ્યું કે, "તું જલ્દી ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે આવેલા નિસ્બત પાન પાસે આવ અહીં તારા પપ્પાને દાનીશ સાથે માથાકૂટ થઈ છે અને તારા પપ્પા લોહીલુહાણ તથા બેભાન હાલતમાં જમીન પર પડેલા છે. ​આ માહિતી મળતા જ સોહિલ તુરંત પોતાના ઘરેથી નિસ્બત પાન પાર્લર પાસે પહોંચ્યો હતો. ઘટનાસ્થળે સોહિલનો મિત્ર સાહિલ ઉર્ફે ગુંદી અને અબ્દુલભાઈ પણ હાજર હતા. ઇકબાલભાઇ જમીન પર બેભાન અવસ્થામાં હતા અને કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતા. સાહિલ ઉર્ફે ગુંદીએ સોહિલને બનાવની આપવીતી જણાવતા કહ્યું કે, રાત્રિના 1 વાગ્યા આસપાસ ઇકબાલભાઇ નિસ્બત પાન પાસે આવીને બેઠા હતા. તે સમયે જંગલેશ્વરમાં રહેતો દાનીશ અમીનભાઇ પોતાના બે સાગરીતો સુફિયાન હનીફભાઇ આરબ અને રિયાઝ સાથે ત્યાં આવ્યો હતો. દાનીશના હાથમાં લોખંડનો ભારે પાઇપ હતો. આવીને જ દાનીશે ઇકબાલભાઇને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને કશું સમજે તે પહેલાં જ લોખંડના પાઇપ વડે ઇકબાલભાઇની છાતીમાં ડાબી બાજુએ ઘા ઝીંકી દીધો હતો. ​ત્યારબાદ દાનીશના હાથમાંથી પાઇપ લઈને રિયાઝ અને સુફિયાને પણ વારાફરતી ઇકબાલભાઇના શરીર પર તથા ખંભાના ભાગે આડેધડ ઘા ફટકાર્યા હતા. પાઇપના ફટકાથી ઇકબાલભાઇ જમીન પર ઢળી પડ્યા બાદ પણ ત્રણેય શખ્સોએ તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઇકબાલભાઇ ગંભીર રીતે ઘવાયેલા અને બેભાન થઈ જતાં ત્રણેય હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટના બાદ પુત્ર સોહિલ, મિત્ર સાહિલ ઉર્ફે ગુંદી અને અબ્દુલભાઈ તુરંત ઇકબાલભાઇને રિક્ષામાં બેસાડીને ઢેબર રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈને મૃત જાહેર કર્યા હતા. ​હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મૃતકના મોટા પુત્ર સોહિલભાઇ ઇકબાલભાઇ લોધીની ફરિયાદના આધારે જંગલેશ્વરમાં રહેતા મુખ્ય આરોપી દાનીશ અમીનભાઇ, સુફિયાન હનીફભાઇ આરબ અને રિયાઝ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ​ઉલ્લેખનીય છે કે મૃતકના પુત્ર સોહિલે પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારા પિતાની હત્યા કરનારા ત્રણેય આરોપીઓ જંગલેશ્વર વિસ્તારમાં સક્રિય અને કુખ્યાત 'મુરગાગેંગ'ના સાગરીતો છે. આ શખ્સો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને આશરે એકાદ મહિના પહેલા જ જેલમાંથી જામીન પર મુક્ત થઈને બહાર આવ્યા હતા. રાજકોટના ગોંડલ ચોક નજીક રહેતા 56 વર્ષીય ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોધી મૂળ જૂનાગઢના વતની હોવાના કારણે વિસ્તારમાં તેઓ 'ઇકબાલભાઇ જૂનાગઢી' તરીકે ઓળખાતા હતા. તેઓ બે ભાઈ અને પાંચ બહેનોના પરિવારમાં બીજા નંબરના હતા. તેમને સંતાનમાં ચાર દીકરા છે. મૃતકના પત્ની જિન્નતબેનની તબિયત સારી ન રહેતી હોવાથી તેઓ હાલ ઊના નજીક આવેલા ઊંઝા દાતાર બાપુની જગ્યાએ રહે છે. ઇકબાલભાઇ પોતે રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
    Click here to Read More
    Previous Article
    રોહિતની વન-ડેમાં 63મી ફિફ્ટી, ઓપનર તરીકે 10 હજાર રન પૂરા:આવું કરનારો ચોથો બેટર; ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને 100+ રનની પાર્ટનરશિપ કરી
    Next Article
    સુરતની લાજપોર જેલમાં વિજિલન્સના દરોડા, 14 મોબાઈલ મળ્યા:જેલના બાથરૂમ, વોશ બેસીન અને કેદીઓના ખિસ્સામાંથી ફોન મળ્યા, કુખ્યાત આરોપીઓ જેલમાં બેસીને જ ગેંગ ઓપરેટ કરતા હોવાની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment